રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૬.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૨૬૨૨.૨૪ સામે ૬૨૭૩૬.૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૨૩૫૯.૧૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૦૩.૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૩.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૬૨૪૨૮.૫૪ પોઈન્ટ બંધ થયેલ
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૬૨૯.૫૫ સામે ૧૮૬૨૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૫૫૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૯.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૫૭૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજાર સતત બીજા સેશનમાં ઘટીને બંધ રહ્યું હતું. સ્થાનિક સ્તરે સારા ડેટા છતાં ઊંચા મથાળે બેન્ક, ફાઈનાન્શિયલ, મેટલ, ટેકનો, ટેલીકોમ શેરોમાં વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ ઉતાર-ચઢાવ બાદ આજે ૧૯૪ પોઈન્ટ ગગડ્યો હતો. સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીના જળવાયેલા લેવાલીની આકર્ષણ છતાં આજે ઘણાં શેરોમાં ફંડો, ઓપરેટરોએ ઓવરબોટ પોઝિશન હળવી કરતાં ઘણાં શેરોમાં નરમાઈએ માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ટાટા મોટર્સના શેરોમાં સૌથી વધુ ૧.૫૩% નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, ટીસીએસ, હિન્દુસ્તાન યૂનિલિવર, નેસ્લે ઈન્ડિયા, વિપ્રો, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી, ટેક મહિન્દ્રા અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે.
બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે ભારતી એરટેલના શેરોમાં સૌથી વધુ ૩.૬૪% નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં કોટક બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈટીસી, એચડીએફસી બેન્ક, અલ્ટ્રાકેમ્કો, એચસીએલ ટેકનો, મારુતિ, રિલાયન્સ અને ટાઈટનનો સમાવેશ થાય છે. એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ અપોલો હોસ્પિટલના શેરોમાં સૌથી વધુ ૪.૩૫%નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ડિવિસ લેબ, બજાજ ઓટો, ટાટા મોટર્સ અને હિરો મોટોકોર્પનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ કોલ ઈન્ડિયાના શેરમાં ૪.૬૬% નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં કોટક બેન્ક, ભારતી એરટેલ, એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફનો સમાવેશ થાય છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, હેલ્થકેર, યુટિલિટીઝ, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી, આઈટી, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૬૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૫૮ અને વધનારની સંખ્યા ૨૦૭૮ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકામાં દેવાની મર્યાદા વધારવી અનિવાર્ય બની ગઈ હોઈ આ લિમિટ વધારવાના બિલ પર આજે મતદાન પૂર્વે છેલ્લી ઘડીમાં આ બિલ પાર પડવાની અપેક્ષા છતાં હજુ અનિશ્ચિતતા અને ચાઈનાના અપેક્ષાથી નબળા મેન્યુફેકચરીંગ પીએમઆઈ આંકડા મે મહિનાના અપેક્ષાથી નબળા ૪૯.૨ થી ઘટીને ૪૮.૮ આવ્યાના પરિણામે વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ જીડીપી વૃદ્વિના માર્ચ ત્રિમાસિકના આંકડા જાહેર થતાં પૂર્વે ફોરેન ફંડોની અવિરત મોટી ખરીદી સામે લોકલ ફંડોની નફારૂપી મોટી વેચવાલીએ ચાર દિવસની તેજીની દોટને વિરામ આપ્યો હતો.
વૈશ્વિક ઔદ્યોગિક, આર્થિક મંદ વૃદ્વિ અને બીજી તરફ ઓપેક દેશોની ૪,જૂનના મીટિંગ પૂર્વે ઉત્પાદનમાં વધુ કાપની અટકળોને લઈ આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવ પણ ઘટી આવ્યા હતા,જેના પરિણામે વૈશ્વિક બજારોમાં સાવચેતી છે.હવે ભારતમાં ચોમાસું સામાન્ય સારૂ રહેવાના અંદાજો સહિતના પોઝિટીવ પરિબળો વચ્ચે જો અમેરિકાનું ડેટ સીલિંગ વધારવાનું કોકડું છેલ્લી ઘડીએ ઉકેલાઈ જવાના સંજોગોમાં -તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની શકયતા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.