રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૩.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૯૬૩.૬૮ સામે ૬૨૦૯૮.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૯૧૪.૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૦.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૯૮૧.૭૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૩૩૧.૩૫ સામે ૧૮૩૬૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૩૪૭.૭૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૨.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૩૬૫.૮૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સના હેવીવેઈટ શેરોમાં લેવાલીથી ભારતીય શેરબજારમાં નજીવો સુધારો જોવા મળ્યો હતો. યુએસ ડેટ સીલિંગ પરની ચર્ચા પર મીટ માંડવા સાથે બજારમાં આઈટી શેરો તેમજ અદાણી ગ્રુપના શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી અને શેરબજારની તેજી આગળ વધી હતી.અમેરિકામાં ડેટ સીલિંગ અંગેની ચર્ચા શરુ થતા અગાઉ ભારે લેવાલીથી સ્થનિક શેરબજારમાં તેજી જોવા મળી હતી. શેરબજાર નીચે ગેપમાં ખુલીને ગ્રીન ઝોનમાં આવી ગયું હતું અને દિવસ દરમિયાન સતત તેમા લેવાલી જળવાઈ રહી હતી.
BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ બજાજ ફિનસર્વના શેરોમાં સૌથી વધુ ૧.૮૫% નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, એસબીઆઈ, ઈન્ફોસિસ, મારુતિ, વિપ્રો અને એનટીપીસીનો સમાવેશ થાય છે.
BSE સેન્સેક્સ પેકમાં આજે એચસીએલ ટેકનોના શેરોમાં સૌથી વધુ ૧.૨૯% નો ઘટાડો નોંધાયો હતો.આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, કોટક બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, ટાઈટન, સન ફાર્મા, અલ્ટ્રાકેમ્કો અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસ શેરોમાં સૌથી વધુ ૧૩.૪૯%નો ઉછાળો જોવા મળ્યો હતો.આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ડિવિસ લેબ, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ અને યૂપીએલનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અપોલો હોસ્પિટલના શેરમાં ૧.૪૦%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનો, ગ્રાસિમ, ટેક મહિન્દ્રા અને કોટક મહિન્દ્રા બેન્કનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૩ અને વધનારની સંખ્યા ૧૭૭૫ રહી હતી,૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૩% અને ૦.૧૧% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો અમેરિકા અને ચાઈના વચ્ચે અવિશ્વાસે વણસતાં સંબંધો અને અમેરિકાની ડેટ સીલિંગની મુદ્દત નજીક આવી રહી હોઈ હજુ અનિશ્ચતતા કાયમ રહેતાં યુરોપ, અમેરિકાના બજારોમાં સાવચેતી સામે એશીયાના દેશોના બજારોમાં રિકવરી જોવાઈ હતી.ભારતીય શેર બજારોમાં ડેરિવેટીવ્ઝમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ( એફ એન્ડ ઓ )માં મે વલણનો ગુરૂવારે અંત થનાર હોઈ ફંડો, ખેલંદાઓએ ઈન્ડેક્સ બેઝડ આરંભમાં સાવચેતી બાદ ફરી તેજીની પકડ મજબૂત કરી શકે છે.કોર્પોરેટ પરિણામોની માર્ચ અંતની સીઝન એકંદર પ્રોત્સાહક રહેતાં ફંડોની ફ્રન્ટલાઈન શેરોમાં સિલેક્ટિવ ખરીદી જળવાઈ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાનની મુલાકાતની ફલશ્રુતિ અને બન્ને દેશો વચ્ચે નવા કરારો થવાની અપેક્ષા સાથે લોકલ ફંડો શેરોમાં વેચવાલમાંથી ઘટાડે આઈટી શેરો તેમ જ અદાણી ગુ્રપ મામલે સુપ્રિમ કોર્ટ નિમિત પેનલના તપાસ રીપોર્ટના પગલે ખરીદદાર બનતાં તેજીનો ચમકારો જોવાયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.