રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૨૩૪૫.૭૧ સામે ૬૨૪૭૪.૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૮૪૭.૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૨૮.૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૩.૨૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૯૩૨.૪૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૪૧૭.૫૫ સામે ૧૮૪૩૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૩૧૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૩.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૯.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૩૨૮.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે મંગળવારે ભારતીય શેરબજારમાં બેન્ક, ઓટો, ફાર્મા અને ફાઈનાન્શિયલ શેરોમાં ભારે વેચવાલીથી ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈસેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ બજાજ ફાઈનાન્સના શેરોમાં સૌથી વધુ ૦.૯૮% નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એનટીપીસી, એસબીઆઈ, હિન્દુસ્તાન યૂનિલિવર, ટાઈટન, ઈન્ફોસિસ અને બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે એચડીએફસીના શેરોમાં સૌથી વધુ ૨.૨૧% નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, કોટક બેન્ક અને મારુતિનો સમાવેશ થાય છે.
એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ બીપીસીએલના શેરોમાં સૌથી વધુ ૧.૬૮%નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં કોલ ઈન્ડિયા, ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ અને એનટીપીસીનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ કોટક બેન્કના શેરમાં ૧.૬૭%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અપોલો હોસ્પિટલ અને મારુતિનો સમાવેશ થાય છે.
એપ્રિલમાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવમાં ઘટાડો થતાં ખાદ્ય વસ્તુઓ, ઇંધણ અને અન્ય વસ્તુઓના ભાવ ઘટતા એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો ઘટયો છે. એપ્રિલ, ૨૦૨૩માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને માઇનસ ૦.૯૨% થયો છે. એપ્રિલ, ૨૦૨૩માં રીટેલ ફુગાવો ૪.૭૦% નોંધવામાં આવ્યો છે. એપ્રિલમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો ૩.૫૪% રહ્યો છે જે માર્ચમાં ૫.૩૮% રહ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઈન્ડસ્ટ્રિયલ્સ, પાવર, કેપિટલ ગુડ્સ, આઈટી, ઓઈલ એન્ડ ગેસ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૩ અને વધનારની સંખ્યા ૧૮૪૨ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.