રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૭૬૧.૩૩ સામે ૬૧૮૪૩.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૫૭૨.૯૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૧.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૮.૮૭ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૯૪૦.૨૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૦૬.૪૦ સામે ૧૮૩૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૨૫૫.૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૨.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૩૪૫.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામા મહત્ત્વના આર્થિક ડેટા જાહેર થતા અગાઉ ભારતીય શેરબજાર બુધવારે ભારે બે અફડાતફડી બાદ ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૧૭૯ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૩૯ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. આજે ટીવી૧૮ના શેરમાં ૮% જ્યારે ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં ૩%નો ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં છેલ્લા અડધા કલાકમાં ભારે લેવાલી જોવા મળી હતી.
બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૨.૯૧%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં પાવરગ્રીડ, બજાજ ફાઈનાન્સ, ટાટા મોટર્સ, એનટીપીસી, એચડીએફસી બેન્ક, રિલાયન્સ, નેસ્લે અને કોટક મહિન્દ્રા બેન્કનો સમાવેશ થાય છે, જયારે બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ૦.૪૩%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એસબીઆઈ, સન ફાર્મા, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યૂનિલિવર, ટાઈટન, ટીસીએસ અને એચસીએલ ટેકનોનો સમાવેશ થાય છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, ટેલિકોમ્યુનિકેશન, ટેક અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૦ અને વધનારની સંખ્યા ૧૮૨૭ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૮૯.૦૦ હજાર કરોડ વધીને રૂ.૨૭૭.૧૦ લાખ કરોડ રહ્યું હતું.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ગયા નાણાં વર્ષના ચોથા ત્રિમાસિક ગાળાના કોર્પોરેટ પરિણામો પ્રારંભમાં સારા રહ્યા બાદ હવે એકંદરે નબળા જણાય રહ્યા છે. નાણાં વર્ષ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરી ચૂકેલી ૩૯૦ કંપનીઓના પરિણામોમાં કંપનીઓના સંયુકત નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે માત્ર ૨.૩૦% વૃદ્ધિ જોવા મળી રહી છે. એપ્રિલ – જુન ૨૦૨૦ ત્રિમાસિક બાદ નેટ પ્રોફિટમાં આ સૌથી નીચી વૃદ્ધિ જોવા મળી રહી છે. નાણાં વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીઓના નેટ પ્રોફિટમાં ૪૭.૬૦% જ્યારે સમાપ્ત થયેલા નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં નેટ પ્રોફિટમાં ૩.૪૦% વધારો જોવા મળ્યો હતો. વ્યાજ ખર્ચમાં વધારાને કારણે કંપનીઓના નફા પર અસર પડી હોવાથી આવક વૃદ્ધિ ધીમી પડી છે.
સમીક્ષા હેઠળની કંપનીઓના નેટ વેચાણમાં નાણાં વર્ષ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ૧૩.૮૦% વધારો જોવા મળ્યો છે જે છેલ્લા નવ ત્રિમાસિકમાં સૌથી ધીમી ગતિ છે. ત્રીજા ત્રિમાસિકમાં આ આંક ૧૮.૭૦% રહ્યો હતો. કંપનીઓના વ્યાજ પાછળના ખર્ચમાં ૩૭.૭૦% વધારો થયો છે, જે ઓછામાં ઓછા ૧૭ ત્રિમાસિકમાં સૌથી વધુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા એક વર્ષમાં રિઝર્વ બેન્કે રેપો રેટ ૨.૫% વધારી ૬.૫૦% કર્યો છે. રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ વધારાતા બેન્કોએ પણ તેમના ધિરાણ દરમાં વધારો કરવાની ફરજ પડી છે. કોર્પોરેટ પરિણામોમાં આગામી દિવસોમાં એશિયન પેઈન્ટ, સિપ્લા લિ., ટાટા મોટર્સ, એચપીસીએલ, ડીએલએફ લિ., અને વેદાન્તા લિ. ના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.