રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૬૫૭.૪૫ સામે ૬૦૮૪૭.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૦૪૯.૮૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૨૭.૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૪.૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૩૫૩.૨૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૦૩.૦૫ સામે ૧૮૧૫૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૯૬૪.૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૫.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૦૬૬.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વિશ્વમાં એક તરફ મંદીની બૂમરાડ થવા લાગી હોવા સાથે ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ દ્વારા વૈશ્વિક આર્થિક વિકાસ મામલે ચિંતા વ્યક્ત કરતાં અને બીજી તરફ યુ.એસ. ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીનિટ્સ જાહેર થનારી હોઈ આ મીનિટ્સમાં વ્યાજ દરમાં વધુ તીવ્ર વધારો થવાના સંજોગોમાં વૈશ્વિક મોરચે સંકટ ઘેરાવાની શકયતાને લઈ વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારોમાં આજે સતત બીજા દિવસે સાર્વત્રિક ઘટાડો નોંધાયો હતો. આ પરિબળો સામે ચાઈનામાં કોવિડ કેસોના વિસ્ફોટે પરિસ્થિતિ એક બાજુ અંકુશ બહાર હોવાના અહેવાલો અને બીજી બાજું ચાઈના તેની સરહદો ખોલી રહી હોઈ વૈશ્વિક આર્થિક – ઔદ્યોગિક વિકાસને વેગ મળવાની અપેક્ષા સામે ઘણા દેશો પોતાના દેશોમાં કોરોનાનું ફરી મહાસંકટ ન સર્જાય એ માટે ચાઈનાથી આવનારા મુસાફરો પર અંકુશો લાદી રહ્યા હોઈ આ અનિશ્ચિતતાને લઈ પણ બજારનું સેન્ટીમેન્ટ ડહોળાતા આજે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં છતાં ફંડો દ્વારા ફાઈનાન્સિયલ સર્વિસિસ, બેન્કેક્સ, આઈટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૩૦૪ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૭ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૨૮ લાખ કરોડ વધીને રૂ.૨૮૨.૦૦ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધી બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, એનર્જી, ઓટો, મેટલ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, પાવર, ઈન્ડસ્ટ્રિયલ્સ, કમોડિટીઝ, યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્રિસ્ક્રિશનરી અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૧ અને વધનારની સંખ્યા ૧૬૧૮ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ઉત્પાદન ક્ષેત્ર બાદ ડિસેમ્બરની સેવા ક્ષેત્રની કામગીરી પણ પ્રોત્સાહક રહેતા દેશના આર્થિક ક્ષેત્રમાં ઓલ ઈઝ વેલ હોવાનું જણાય રહ્યું છે. ડિસેમ્બર માસનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ ૬ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે જ્યારે ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો મળીને સંયુકત ઈન્ડેકસ ૧૧ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ભારત માટેનો એસએન્ડ પી ગ્લોબલ સેવા ક્ષેત્રનો પીએમઆઈ જે નવેમ્બરમાં ૫૬.૪૦ રહ્યો હતો તે ડિસેમ્બરમાં વધી ૫૮.૫૦ રહ્યો છે. આ અગાઉ જાહેર થયેલો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૭.૮૦ સાથે ૨૬ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો. આમ સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ જે નવેમ્બરમાં ૫૬.૭૦ હતો તે ડિસેમ્બર માસમાં વધી ૫૯.૪૦ સાથે અગિયાર વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે.
ડિસેમ્બરનો સેવા ક્ષેત્રનો ઈન્ડેકસ સતત ૧૭માં મહિને ૫૦થી ઉપર રહ્યો છે. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ વર્ષ ૨૦૨૩ માટે આશાવાદી સૂર ધરાવે છે. ડિસેમ્બરમાં ફુગાવાનો પ્રવાહ મિશ્ર રહ્યો હતો. ડિસેમ્બર માસમાં સેવા ક્ષેત્રની કંપનીઓના નવા ઓર્ડરમાં વધારો જોવા મળ્યો હતો. બજારની સાનુકૂળ સ્થિતિને પરિણામે ઓર્ડરમાં વધારો જોવા મળ્યો હોવાનું કંપનીઓ માની રહી છે. સેવા ક્ષેત્રમાં ઓર્ડરની સાથોસાથ રોજગારમાં પણ વૃદ્ધિ રહી હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. સેવા ક્ષેત્રમાં ફાઈનાન્સ તથા વીમા સેગમેન્ટના કામકાજમાં જોરદાર વધારો થયો છે. ઊર્જા, અન્ન તથા કર્મચારી અને પરિવહન પાછળના ખર્ચમાં વધારો થતાં સેવા પૂરી પાડવા પાછળની કિંમતોમાં વધારો થયાનું પણ કંપનીઓ દ્વારા જણાવાયું હતું. સેવા ક્ષેત્રે કાચા માલનો ફુગાવો લાંબા ગાળાની સરેરાશ કરતા ઊંચો રહ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.