રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૪.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૬૪૯.૩૮ સામે ૬૦૭૨૧.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૫૦૭.૮૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૦૧.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૩.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૧૧૨.૪૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૯૧.૭૫ સામે ૧૮૦૩૦.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૯૬૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૩.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૯.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૧૧૧.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર શરૂઆતી તબક્કામાં ઉપરમાં ખુલ્યા બાદ બજાર રેડ ઝોનમાં જતું રહ્યું હતું, જો કે બજારમાં નીચા મથાળે ફરી લેવાલીથી બજાર સતત સાતમાં સેશનમાં વધીને બંધ રહેવામાં સફળ રહ્યું હતું. સ્થાનિક શેરબજારમાં આજે ટેલીકોમ, આઈટી અને પીએસયુ બેન્ક સહિતના શેરોની આગેવાનીમાં ભારે લેવાલીથી બીએસઈ સેન્સેક્સ ૪૬૩ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ફરી ૧૮૧૦૦ પોઈન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી પાછી મેળવી હતી. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ વિપ્રોના શેરોમાં સૌથી વધુ ૩.૮૯% ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં નેસ્લે ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, એસબીઆઈ, આઈટીસી, ટેક મહિન્દ્રા, રિલાયન્સ, ભારતી એરટેલ અને કોટક બેન્કનો સમાવેશ થાય છે.
બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે એક્સિસ બેન્કના શેરોમાં સૌથી વધુ ૨.૩૯%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનો, ટાઈટન, હિન્દુસ્તાન યૂનિલિવર, બજાજ ફિનસર્વ અને આઈસીઆઈસીઆઈ બેન્કનો સમાવેશ થાય છે. એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરોમાં સૌથી વધુ ૩.૭૨% નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ, નેસ્લે ઈન્ડિયા, વિપ્રો અને બ્રિટાનિયાનો સમાવેશ થાય છે. બીજી તરફ આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાઈટન, ઓએનજીસી, જેએસડબલ્યૂ સ્ટીલ અને સિપ્લાનો સમાવેશ થાય છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૧૪ અને વધનારની સંખ્યા ૨૧૭૯ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતીય શેરબજારમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો આઉટફ્લોનો સિલસિલો સતત બીજા વર્ષે, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં પણ ચાલુ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારા વચ્ચે એફપીઆઈએ ગયા નાણાંકીય વર્ષમાં રૂ.૩૭,૬૩૧ કરોડનું નેટ વેચાણ કર્યું હતું. અગાઉ ૨૦૨૧-૨૨માં એફપીઆઈએ ભારતીય શેરબજારમાંથી રેકોર્ડ ઉપાડ કર્યો હતો. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ વર્ષ ૧૯૯૩માં ભારતીય શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી આ પ્રથમ વખત છે કે જ્યારે એફપીઆઈએ સતત બે નાણાંકીય વર્ષ માટે ભારતીય બજારમાં વેચવાલી કરી હોય. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં વિદેશી રોકાણકારોએ ૧.૪ લાખ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
અગામી દિવસોમાં ઈન્ડેક્સ બેઝડ બે – તરફી અથડાતી ચાલની શકયતા વચ્ચે સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનો ચળકાટ વધતો જોવા મળી શકે છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ફરી ભારતીય શેરબજારમાં આકર્ષક વેલ્યુએશને શેરોમાં સતત ખરીદદાર બની શકે છે, ઉપરાંત અમેરિકા – યુરોપની બેંકિંગ કટોકટી નહીં વકરવાના સંજોગોમાં ફોરેન ફંડોનો રોકાણ પ્રવાહ એશીયાના બજારોમાં વધવાની અપેક્ષાએ સારા ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં આકર્ષણ વધવાની અપેક્ષા છે સાથે સ્થાનિકમાં ચાલુ વર્ષે ચોમાસું સફળ રહેવાના બતાવાયેલા અંદાજોએ પણ બજારને ટેકો જોવા મળી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.