રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૪૩૧.૮૪ સામે ૬૦૫૫૦.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૫૫૦.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૫૨.૪૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૦૦.૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૦૩૨.૨૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૦૧.૮૫ સામે ૧૭૮૩૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૧૨.૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૭.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૩.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૯૪૫.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે ટેન્શન વધતાં અમેરિકાએ તેના નાગરિકોને રશિયા તાબડતોબ છોડવા તાકીદ કરતાં જીઓપોલિટીકન ટેન્શન સાથે અમેરિકા ફરી મંદીમાં ગરકાવ થવાના યુ.એસ. ફેડરલ રિઝર્વના ગત સપ્તાહના સંકેત અને આઈટી ઉદ્યોગમાં કર્મચારીઓની છટણી થઈ રહ્યાના અહેવાલ અને સ્થાનિક સ્તરે જાન્યુઆરી માસમાં રીટેલ ફુગાવાનો આંક ડિસેમ્બર માસના ૫.૭૨%ની તુલનાએ વધીને ૬.૫૨% જાહેર થતાં ગઈકાલે ફંડોની વેચવાલી બાદ આજે સપ્તાહના બીજા દિવસે નીચા મથાળે નવી ખરીદી કરતા આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, ફંડોની રિયલ્ટી, યુટિલિટીઝ, પાવર, કંઝ્યુમર ડ્રિસ્કિશનરી, ઈન્ડસ્ટ્રિયલ્સ, હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, સર્વિસિસ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી સામે ટેક, આઈટી, એફએમસીજી, બેન્કેક્સ, મેટલ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, મેટલ,એનર્જી, ટેલિકોમ્યુનિકેશન અને કમોડિટીઝ શેરોમાં લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૬૦૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૪૩ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૨૪ લાખ કરોડ વધીને રૂ.૨૬૬.૦૦ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેક, આઈટી, એફએમસીજી, બેન્કેક્સ, મેટલ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, મેટલ,એનર્જી, ટેલિકોમ્યુનિકેશન અને કમોડિટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૦૫ અને વધનારની સંખ્યા ૧૨૯૬ રહી હતી, ૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય શેરબજારોમાંથી મૂડી પાછી ખેંચવાનું ચાલુ રાખ્યું હતું. અન્ય ઊભરતાં બજારોની સરખામણીએ ભારતીય ઇક્વિટી માર્કેટના ઊંચા મૂલ્યાંકનને જોતાં વિદેશી રોકાણકારોએ ચાલુ મહિને અત્યાર સુધીમાં અંદાજીત રૂ.૯૬૦૦ કરોડથી વધુનું ભંડોળ પાછું ખેંચ્યું છે. જાન્યુઆરી માસમાં પણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ અંદાજીત રૂ.૨૮,૮૫૨ કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો. ડિપોઝિટરી ડેટા દર્શાવે છે કે છેલ્લા સાત મહિનામાં આ સૌથી વધુ ઉપાડ છે. અગાઉ, વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં ડિસેમ્બર ૨૦૨૨માં રૂ.૧૧,૧૧૯ કરોડ અને નવેમ્બર માસમાં રૂ.૩૬,૨૩૮ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.
માહિતી અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ૧ થી ૧૦ ફેબ્રુઆરી વચ્ચે ભારતીય શેરબજારોમાંથી અંદાજીત રૂ.૯૬૭૨ કરોડ રૂપિયાની ચોખ્ખી રકમ પાછી ખેંચી લીધી છે. મધ્યસ્થ બેન્કો વ્યાજદરમાં વધારો કરવાનું ચાલુ રાખતી હોવા છતાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો મૂડીપ્રવાહ અસ્થિર રહેવાની શક્યતા છે. બીજી તરફ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ભારતીય ડેટ માર્કેટમાં રૂ.૨૧૫૪ કરોડનું રોકાણ કર્યું છે. આ મહિને અત્યાર સુધી ઊભરતાં બજારોમાં એફપીઆઈનો પ્રવાહ મિશ્ર રહ્યો છે. ભારત, થાઈલેન્ડ અને ફિલિપાઈન્સમાંથી વિદેશી મૂડી પાછી ખેંચી લેવામાં આવી હતી જ્યારે દક્ષિણ કોરિયા, તાઈવાન અને ઈન્ડોનેશિયાએ વિદેશી રોકાણ આકર્ષ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.