રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૭૬૪.૨૫ સામે ૬૧૮૭૯.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૬૫૪.૯૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૭૨.૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨.૯૨ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૭૬૧.૩૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૧૦.૪૦ સામે ૧૮૩૩૫.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૨૭૦.૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૮.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૩૦૬.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં આજે બપોર બાદ પાવર, રિયલ્ટી, એફએમસીજી, બેન્ક, ફાઈનાન્શિયલ અને કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલીથી સવારે જોવા મળેલો સુધારો ટ્રેડિંગના અંતે ધોવાઈ ગયો હતો અને ભારતીય શેરબજાર ફ્લેટ બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૩ પોઈન્ટ ઘટીને જ્યારે નિફ્ટી ફ્યુચર ૪ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૧.૨૮%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટીસીએસ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ, એશિયન પેઈન્ટ્સ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે, જયારે બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે આઈટીસીના શેરોમાં સૌથી વધુ ૧.૭૨%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, પાવરગ્રીડ આઈસીઆઈસીઆઈ બેન્ક, સન ફાર્મા અને કોટક બેન્કનો સમાવેશ થાય છે.
એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ ડિવિસ લેબના શેરોમાં સૌથી વધુ ૩.૦૯%નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, કોલ ઈન્ડિયા, ટીસીએસ અને એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ યૂપીએલના શેરમાં ૩૦૩%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ અને જેએસડબલ્યૂ સ્ટીલનો સમાવેશ થાય છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૩% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, આઈટી, ટેક, ઓટો, એનર્જી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ અને કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૭૩ અને વધનારની સંખ્યા ૧૬૧૮ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, નાણાં વર્ષ ૨૦૨૩માં ભારતની સેવા નિકાસ ૨૬.૬% વધીને ૩૨૨ બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. આ સાથે, મર્ચેન્ડાઇઝ નિકાસ અને સેવા નિકાસ વચ્ચેનું અંતર ઓછું થયું છે. આ સમયગાળા દરમિયાન મર્ચેન્ડાઇઝ નિકાસ માત્ર ૬% વધીને ૪૪૭ બિલિયન ડોલર રહી હતી. બીજી તરફ, સેવાઓની આયાત ૨૨.૨% વધીને ૧૭૯.૭ બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. આના પરિણામે સર્વિસ ટ્રેડ સરપ્લસ ૧૪૨.૫ બિલિયન ડોલર થયું છે. આ નાણાકીય વર્ષ દરમિયાન વ્યાપારી વેપાર ખાધ ૨૬૭ બિલિયન ડોલર રહી હતી. આ કારણે વર્ષ ૨૦૨૩માં દેશની એકંદર વેપાર ખાધ ૧૨૪.૫ બિલિયન ડોલર રહી હતી. ભારતની સેવા નિકાસ માહિતી ટેકનોલોજીથી લઈને વિદેશમાં ડોકટરો અને નર્સો દ્વારા આપવામાં આવતી સેવાઓ સુધીની છે.
રિઝર્વ બેંક સેવાઓની નિકાસ પર માસિક ડેટા બહાર પાડતી નથી, અને તેનું વર્ગીકરણ દર ત્રિમાસિકમાં બહાર આવે છે, જેમાં પરિવહન, મુસાફરી, બાંધકામ, વીમો અને પેન્શન, નાણાકીય સેવાઓ, દૂરસંચાર, કમ્પ્યુટર અને માહિતી સેવાઓ, વ્યક્તિગત, સાંસ્કૃતિક અને મનોરંજન સેવાઓ, અને અન્ય વ્યવસાય. સેવાઓ શામેલ છે. જ્યારે સોફ્ટવેર નિકાસ ભારતની સેવાઓની નિકાસની કરોડરજ્જુ બનાવે છે, ત્યારે અન્ય વ્યવસાયિક સેવાઓ હેઠળ સેવાઓનો વ્યવસાય તાજેતરના ભૂતકાળમાં ઝડપથી વિકસ્યો છે અને નાણાકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ ૯ મહિનામાં કુલ સેવાઓની નિકાસમાં તેનો હિસ્સો વધીને ૨૪% થયો છે, જે અગાઉ તે ૧૯% હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.