રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૪૩૧.૭૪ સામે ૬૧૫૫૬.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૨૫૧.૭૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૨.૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૭.૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૭૨૯.૬૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૭૫.૪૫ સામે ૧૮૨૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૦૮૪.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૭.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૯.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૨૨૫.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર શુક્રવારે ભારે ઉતાર – ચઢાવ બાદ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. આઈટી અને ટેકનો શેરોમાં ધૂમ લેવાલીથી સતત ત્રણ સેશનની મંદી પર બ્રેક વાગી હતી. અમેરિકામાં લેબર માર્કેટના ટાઈટ ડેટાથી આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડાની કોઈ આશા ન હોવાથી શેરબજારની કામગીરી પર વૈશ્વિક અસરની શક્યતા બની રહેવાની સંભાવના છે. આજે અદાણી પોર્ટ અને અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૪-૪% ની તેજી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ટાટા મોટર્સના શેરોમાં સૌથી વધુ ૩.૨૨% નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેકનો, એક્સિસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક અને વિપ્રોનો સમાવેશ થાય છે.
બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે એનટીપીસીના શેરોમાં સૌથી વધુ ૧.૦૬% નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એશિયન પેઈન્ટ્સ, ટાઈટન, પાવરગ્રીડ, ટાટા સ્ટીલ અને સન ફાર્માનો સમાવેશ થાય છે. એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી પોર્ટ્સ શેરોમાં સૌથી વધુ ૩.૯૨%નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ડિવિસ લેબના શેરમાં ૧.૯૫%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બ્રિટાનિયા, ઓએનજીસી, એનટીપીસી અને હિરો મોટોકોર્પનો સમાવેશ થાય છે.
ભારતીય શેરબજારમાં આજે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ સાથે ભારે બે તરફી અફડા તફડી બાદ આઈટી, ટેક, સર્વિસીસ, અને રિયલ્ટી શેરોમાં લેવાલીએ બીએસઈ સેન્સેક્સ ૨૧૭ પોઈન્ટ, જ્યારે નિફ્ટી ફ્યુચર ૪૯ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૮૭૦૯૬ કરોડ વધીને રૂ.૨૭૬.૫૯ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, ઈન્ડસ્ટ્રિયલ્સ, કેપિટલ ગુડ્સ, મેટલ, ટેલિકોમ્યુનિકેશન અને એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૨ અને વધનારની સંખ્યા ૧૫૭૬ રહી હતી, ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતની સીઝન એકંદર પ્રોત્સાહક પરિણામોની પૂરવાર થઈ રહી હોઈ અને અમેરિકા, યુરોપના દેશોમાં અત્યારે અનિશ્ચિતતાની આર્થિક સ્થિતિને લઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ભારતીય શેરબજારમાં રોકાણ આકર્ષણ સતત વધી રહ્યું છે. સ્થાનિક સ્તરે હવે કર્ણાટકની ચૂંટણીના પરિણામો આવી જતાં અને પરિવર્તનનો પવન ફૂંકાતાં આગામી દિવસોમાં શેરબજારમાં આરંભમાં આંચકા અનુભવાશે, પરંતુ આ આંચકા ક્ષણિક કે ટૂંકાગાળાના નીવડી ફોરેન ફંડોની ખરીદી જળવાઈ રહેવાના સંજોગોમાં અને કોઈપણ આંતરરાષ્ટ્રીય મોટા નેગેટીવ પરિબળોની ગેરહાજરીમાં બજાર ફરી તેજીના પંથે આગળ વધતું જોવાશે. આગામી દિવસોમાં હવે કંપનીઓના ત્રિમાસિક પરિણામોમાં આગામી સપ્તાહમાં જાહેર થનારા રિઝલ્ટ પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.