Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૭૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૭૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

42
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૪.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૬૫૫.૦૬ સામે ૫૯૬૫૫.૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૬૨૦.૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૧.૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦૧.૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૦૫૬.૧૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૫૭.૩૦ સામે ૧૭૭૧૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૩૩.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૮.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૬.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૭૬૩.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે ભારતીય શેરબજાર સતત ત્રીજા સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. બજારનો અંડરટોન આજે સવારથી જ મજબૂત જળવાઈ રહ્યો હતો. હેવીવેઈટ રિલાયન્સના ઉમદા નાણાકીય પરિણામને કારણે શેરબજારમાં આજે લેવાલી વઘી હતી. ભારતીય શેરબજારમાં આજે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટને કારણે બે તરફી અફડા તફડી બાદ બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે લેવાલીએ બીએસઈ સેન્સેક્સ ૪૦૧ પોઈન્ટ, જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૦૬ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.

BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ વિપ્રોના શેરોમાં સૌથી વધુ ૨.૬૯% ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, ટાઈટન, એસબીઆઈ, અલ્ટ્રાકેમ્કો, એચડીએફસી, એચડીએફસી બેન્ક અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ એચડીએફસી લાઈફના શેરોમાં સૌથી ૬.૪૦%નો ઉછાળો જોવા મળ્યો હતો. જયારે બીજી બાજુ BSE સેન્સેક્સ પેકમાં આજે ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૧.૨૪% નો ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૪ લાખ કરોડ વધીને રૂ.૨૬૬.૩૨ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, યુટિલિટીઝ, પાવર અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૪૨ અને વધનારની સંખ્યા ૧૮૬૦ રહી હતી, ૧૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વૈશ્વિક મોરચે અમેરિકા અને યુરોપમાં હાલ તુરત બેંકિંગ, ફાઈનાન્શિયલ કટોકટીનો વંટોળ શાંત થયો છે, પરંતુ બેરોજગારીની સમસ્યા વકરી રહી છે. અમેરિકા, યુરોપમાં કંપનીઓ મોટી સંખ્યામાં કર્મચારીઓને છુટ્ટા કરી રહી હોઈ બેરોજગારીમાં થઈ રહેલા વધારા અને ફુગાવા મામલે હજુ અનિશ્ચિતતા પ્રવર્તિ રહી રહી છે. ફુગાવો ઊંચા સ્તરે હોવાના સેન્ટ્રલ બેંકોના મતને લઈ વ્યાજ દરની નીતિ મામલે વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકોમાં મતમતાંતર પ્રવર્તિ રહ્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં પણ ફુગાવાને લઈ અસમંજસની સ્થિતિએ વ્યાજ દર વૃદ્વિ કેટલો સમય બ્રેક લગાવી શકાશે એ અનિશ્ચિતતા સ્પષ્ટ પ્રવર્તિ રહી છે, પરંતુ આર્થિક વિકાસ પર ફોક્સ કરીને બેરોજગારીની સમસ્યા વકરે નહીં એના પર સરકારના આગામી દિવસોમાં રાજ્યોની ચૂંટણી અને ત્યાર બાદ લોકસભા ચૂંટણી પૂર્વેના પ્રયાસો વધવાની અપેક્ષાએ બજારના સેન્ટીમેન્ટને પણ સુધારવાના પ્રયાસો આગામી દિવસોમાં થતા જોવા મળે શકી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field