રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૩૪૮.૦૯ સામે ૬૦૪૬૭.૦૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૭૫૦.૫૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૬.૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૧.૮૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૮૦૬.૨૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૯૪.૫૫ સામે ૧૭૭૮૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૩૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૩.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૯.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૪૫.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે યુ.એસ. ફેડરલ રિઝર્વની ઊંચા વ્યાજ દરોમાં વધારાની ચેતવણી વચ્ચે ૧૦ વર્ષિય યુ.એસ. ટ્રેઝરી બોન્ડ્સ પણ નવેમ્બર બાદથી પ્રથમ વખત ૪%ની ટોચ બનાવી લીધી હોવાનો સંકેત વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં નરમાઈની સાથે ભારતીય શેરબજારમાં ફરી ગઈકાલે બુધવારે શેરોમાં તેજી કર્યા બાદ આજે એફ એન્ડ ઓમાં વિક્લી સેટલમેન્ટના ફરી ફંડો, મહારથીઓએ ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્રિસ્કિશનરી શેરો તેમજ આઇટી, એનર્જી, ટેક, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં તેજીનો વેપાર હળવો કરવામાં આવતાં બીએસઈ સેન્સેક્સ ૫૪૧ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૪૯ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે વધી રહેલો ફુગાવો તેમજ યુ. એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ઊંચા વ્યાજ દરની નીતિ જાળવશે એવા સંકેત અને યુરોપના અન્ય દેશો પણ વ્યાજ દરમાં વધારો કરશે તેવા અહેવાલો સાથે યુક્રેન – રશિયા મામલે તંગદિલી ફરી વધતાં અમેરિકા સહિતના દેશોના આક્રમક વલણને લઈ સતત આર્થિક સ્થિતિ કથળી બની રહી હોઈ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શનને કારણે સ્થાનિક સ્તરે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પણ ફરી તેજી અટકીને સાવચેતીમાં ફંડો, ખેલાડીઓ વેચવાલી કરી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, યુટિલિટીઝ, પાવર, ઇન્ડસ્ટ્રીયલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૨૩ અને વધનારની સંખ્યા ૧૫૬૫ રહી હતી, ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતીય ચલણ રૂપિયામાં વિદેશી વેપારને પ્રોત્સાહન આપવાની નીતિને મજબૂતી મળી રહી છે કારણ કે માત્ર છ મહિનામાં ૪૯ સ્પેશિયલ રુપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ખોલવામાં આવેલા ૪૯ વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટ્સ ઉપરાંત, ઘણા વધુ માટે નિયમનકારી મંજૂરીની રાહ જોવાઈ રહી છે. રુપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખાતા દ્વારા આઠ દેશો સાથે રૂપિયામાં વેપાર કરી શકાય છે. આ દેશો રશિયા, મોરેશિયસ, શ્રીલંકા, મલેશિયા, મ્યાનમાર, સિંગાપોર, ઈઝરાયેલ અને જર્મની સામેલ છે.
રશિયા – યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની પૃષ્ઠભૂમિ સામે રૂપિયામાં વિદેશી વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે ભારત સતત પ્રયાસો કરી રહ્યું છે. આ ક્રમમાં, ભારતીય રિઝર્વ બેંકે જુલાઈ ૨૦૨૨માં સ્થાનિક ચલણમાં ક્રોસ બોર્ડર બિઝનેસ ટ્રાન્ઝેક્શન પર વિગતવાર માર્ગદર્શિકા જારી કરી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે ભારતીય રૂપિયામાં આર્થિક વ્યવહારો કરવા અને વેપાર અને રોકાણ દ્વારા સંબંધોને મજબૂત કરવા માટે વાતચીત ચાલી રહી છે. આ શ્રેણીમાં, કોલંબોમાં ભારતીય હાઈ કમિશને બંને દેશો વચ્ચેના વ્યવહારો માટે ભારતીય રૂપિયાના ઉપયોગ પર ચર્ચાનું આયોજન કર્યું હતું. તેઓએ તેમના વોસ્ટ્રો એકાઉન્ટ દ્વારા ભારતીય રૂપિયામાં વ્યવહારો શરૂ કર્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.