Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૭૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૭૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

60
0
FILE PHOTO: People walk past the Bombay Stock Exchange (BSE) building in Mumbai, India, February 28, 2020. REUTERS/Hemanshi Kamani/File photo

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૪.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૫૬.૧૦ સામે ૬૦૨૦૨.૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૯૬૭.૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૧.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪.૬૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૧૩૦.૭૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૬૩.૯૦ સામે ૧૭૭૭૬.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૩૨.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૭૮૨.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે અને પરિણામની મોસમ વચ્ચે ભારતીય શેરબજાર મંગળવારે સતત ચોથા સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતના ત્રિમાસિકની સીઝનમાં આઈટી કંપનીઓ બાદ ગત સપ્તાહના અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંકના પ્રોત્સાહક પરિણામોની સાથે આજે લોકલ ફંડોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેન્ક બજાજ ફાઈનાન્સ અને ભારતી એરટેલ શેરોની આગેવાનીમાં તેજી કરી હતી. સોવિયત યુનિયનના પૂર્વ દેશોની સ્વાયતતા મામલે ચાઈનાએ વિવાદાસ્પદ નિવેદન કરતાં જીઓપોલિટીકન ટેન્શન વધવાની દહેશત વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે સ્થાનિકમાં ફંડોનો રોકાણ પ્રવાહ ફરી વહેતો થતાં અહેવાલે બીએસઈ સેન્સેક્સ ૭૪ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૮ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા

આજે પાવર, ઓઈલ-ગેસ, એનર્જી શેરોમાં ધૂમ લેવાલીથી સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી હતી. બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વના શેરોમાં અંદાજીત ૨% થી વધુની તેજી જોવા મળી હતી, જયારે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, પાવરગ્રીડ અને આઈટીસીનો સમાવેશ થાય છે. એનએસઈમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરોમાં સૌથી વધુ ૨.૫૪% નો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ સૌથી વધુ એચડીએફસી લાઈફના શેરમાં ૩.૪૩% નો ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, આઈટી અને ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૯ અને વધનારની સંખ્યા ૧૮૨૩ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોર્પોરેટ પરિણામોની આઈટી કંપનીઓના રિઝલ્ટથી ગત સપ્તાહમાં એકંદર નબળી શરૂઆત થયા બાદ આગામી દિવસોમાં લોકલ ફંડોનું આકર્ષણ વધવાની શકયતા રહેશે. અલબત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ગત સપ્તાહમાં ફરી નેટ વેચવાલ બન્યા હોઈ ઈન્ડેક્સ બેઝડ બજારમાં નરમાઈની ચાલ જોવાઈ હતી. પરંતુ સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનો ઝગમગાટ વધતો જોવાઈ રહ્યો છે.

હવે આગામી દિવસોમાં એફ એન્ડ ઓમાં એપ્રિલ વલણનો ગુરૂવારે અંત હોવાથી અને વધુ કોર્પોરેટ પરિણામો જાહેર થનાર હોઈ ઈન્ડેક્સ બેઝડ બજારમાં અફડાતફડી જરૂર જોવાઈ શકે છે, ઉપરાંત ફુગાવો ઊંચા સ્તરે હોવાના સેન્ટ્રલ બેંકોના મતને લઈ વ્યાજ દરની નીતિ મામલે વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકોમાં મતમતાંતર પ્રવર્તિ રહ્યા છે. અમેરિકા, યુરોપમાં કંપનીઓ મોટી સંખ્યામાં કર્મચારીઓને છુટ્ટા કરી રહી હોઈ બેરોજગારીમાં થઈ રહેલા વધારા અને ફુગાવા મામલે હજુ અનિશ્ચિતતા પ્રવર્તિ રહી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field