રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૪.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૧૦૬.૪૪ સામે ૫૯૦૯૪.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૦૯૪.૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૫૨.૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૨.૮૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૬૮૯.૩૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૭૪.૦૦ સામે ૧૭૫૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૮૬.૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૩.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૧.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૨૫.૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં આજે સવારથી જ તેજી જળવાઈ રહી હતી અને સમગ્ર દિવસ દરમિયાન બજારનો અંડરટોન મજબૂત જળવાઈ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ આજે સતત ચોથા સેશનમાં વધીને બંધ રહ્યો હતો. આજે આઈટી, એફએમસીજી, કેપિટલ ગૂડ્ઝ અને ફાઈનાન્શિયલ શેરોમાં વ્યાપક લેવાલીથી બજારમાં સુધારો જોવા મળ્યો હતો. આજે દિવસ દરમિયાન બીએસઈ સેન્સેક્સ ૫૮૨.૮૭ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૧૫૧.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા હતો.
વર્ષ ૨૦૨૩માં માર્ચ એ પહેલો મહિનો હતો, જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ભારતીય શેરબજારમાં ખરીદી કરી હતી. ગયા મહિને તેમણે ભારતીય બજારમાં રૂ.૭૯૩૬ કરોડનું રોકાણ કર્યું હતું. અગાઉ તેમણે ફેબ્રુઆરીમાં રૂ.૫૨૯૪ કરોડ અને જાન્યુઆરીમાં રૂ.૨૮૮૫૨ કરોડ ઉપાડી લીધા હતા. આ બજારમાં સ્થિરતા પરત આવવાનો સંકેત છે. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૬૫ લાખ કરોડ વધીને રૂ.૨૬૧.૩૦ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર, યુટિલિટીઝ, ઓટો અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૯૨ અને વધનારની સંખ્યા ૨૫૫૬ રહી હતી, ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો દ્વારા સમયસરની દરમિયાનગીરીને પરિણામે બેન્કિંગ કટોકટીનો રેલો બહુ ફેલાયો નહતો. ટેક કંપનીઓ ખાસ કરીને સ્ટાર્ટઅપ્સને ધિરાણ કરતી સિલિકોન વેલી બેન્કના ધબડકા સાથે બેન્કિંગ કટોકટી શરૂ થઈ હતી. અમેરિકા તથા યુરોપની બેન્કિંગ કટોકટી ભારતના ૨૪૫ અબજ ડોલરના આઈટી બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ (બીપીએમ) ઉદ્યોગને ફટકો મારી શકે છે. દેશના બીપીએમ ઉદ્યોગની કુલ આવકમાંથી અંદાજે ૪૦% આવક બેન્કિંગ, બીએફએસઆઈ ક્ષેત્રમાંથી થાય છે. ટીસીએસ, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી તથા ઈન્ફોસિઝ જેવી કંપનીઓ અમેરિકાની બેન્કોમાં વ્યાપક એકસપોઝર ધરાવે છે.
અમેરિકામાં તાજેતરની બેન્કિંગ કટોકટીને કારણે દેશની આઈટી સેવા ક્ષેત્રની કંપનીઓના નાણાં વર્ષ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો પર અસર જોવા મળવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોની મોસમ આગામી સપ્તાહથી શરૂ થઈ રહી છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ સાધારણ નબળા રહેશે. મોટી આઈટી કંપનીઓ જેમ કે ટીસીએસ તથા ઈન્ફોસિસ ૧૩મી એપ્રિલના પરિણામો જાહેર કરનાર છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.