રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૧૩૫.૧૩ સામે ૫૯૦૩૩.૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૦૯૪.૫૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૪૧૬.૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૯૭.૨૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૨૩૭.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૫૨.૫૫ સામે ૧૭૪૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૧૫૯.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૧૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૬.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૦૫.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ફુગાવા અને એક વર્ષમાં ૫% જેટલા વ્યાજ દરમાં વધારાના પગલે અમેરિકામાં કેલિફોર્નિયા સ્થિત સ્ટાર્ટ-અપ્સને મોટાભાગે ફાઈનાન્સ કરવા ક્ષેત્રે સક્રિય સિલિકોન વેલી બેંક(એસબીબી) ક્રિપ્ટો એક્સચેન્જ એફટીએક્સનું ઉઠમણું થઈ જવાના પરિણામે સંકટમાં આવી જતાં શેરોના માર્કેટ કેપ.માં ૮૦ અબજ ડોલર જેટલું જંગી ધોવાણ થવાના પરિણામે અમેરિકી બેંકિંગ સિસ્ટમની સ્થિતિ બાબતે ચિંતાને લઈ બેંકિંગ – ફાઈનાન્શિયલ જાયન્ટોના શેરોમાં કડાકા પાછળ આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં બેંકિંગ શેરોમાં ધોવાણે સતત ત્રીજા દિવસે નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક બેંકિંગ જાયન્ટો અને બેંક ઓફ અમેરિકા કોર્પમાં પણ ધોવાણને પગલે આજે વૈશ્વિક બજારોમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં હેમરીંગ સાથે આજે ભારતીય બજારોમાં બેંકિંગ શેરો તેમજ ટેલિકોમ્યુનિકેશનઅને ઓટો શેરોમાં ધોવાણે બીએસઈ સેન્સેક્સમાં ૮૯૭ પોઈન્ટ અને નિફટી ફ્યુચરમાં ૨૪૬ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૩૮ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૮.૫૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ટેલિકોમ્યુનિકેશન, ઓટો, રિયલ્ટી, ફાઈનાન્સિયલ સર્વિસીસ, કંઝ્યુમર ડ્રિસ્ક્રીશનરી, ઈન્ડસ્ટ્રીયલ્સ, કોમોટિડીઝ, કેપિટલ ગુડ્સ, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને આઈટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૩૮ અને વધનારની સંખ્યા ૭૬૬ રહી હતી, ૧૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન શેરબજારમાં તમામ ઉતાર-ચઢાવ છતાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સનો શેરબજારમાં વિશ્વાસ જળવાઈ રહ્યો છે. ૨૦૨૩ના નાણાકીય વર્ષ દરમિયાન, મ્યુચ્યુઅલ ફંડોએ શેરોમાં અંદાજીત રૂ.૧.૫ લાખ કરોડથી વધુનું ચોખ્ખું રોકાણ કર્યું છે. સતત બીજા વર્ષે આ ઊંચું રોકાણ જોવાયું છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ્સે ૨૦૨૩ના નાણાકીય વર્ષમાં ૧ માર્ચ સુધી સ્ટોક્સમાં રૂ. ૧.૫૩ લાખ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે, જ્યારે ૨૦૨૨ના નાણાકીય વર્ષમાં રૂ.૧.૭૨ લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધી, નાણાકીય વર્ષ ૨૦૨૧ સિવાય (૨૦૨૧માં રૂ. ૧.૨૧ લાખ કરોડનું વેચાણ થયું હતું), મ્યુચ્યુઅલ ફંડ્સ શેરના ચોખ્ખા ખરીદદાર રહ્યા હતા.
ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૧૫થી નાણાકીય વર્ષ ૨૦૨૩ સુધીના છેલ્લા ૯ નાણાકીય વર્ષોમાં, મ્યુચ્યુઅલ ફંડોએ સ્થાનિક શેરબજારમાં ર. ૬.૯૦ લાખ કરોડનું રોકાણ કર્યું છે. બીજી તરફ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારે વેચાણ કર્યું છે અને શેરબજારમાંથી અત્યાર સુધીમાં રૂ. ૩૬,૫૩૮ કરોડ પાછા ખેંચી લીધા છે. એનએસડીએલના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૨માં તેણે ૧.૪૨ લાખ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. બજારમાં ઉચ્ચ વોલેટિલિટી હોવા છતાં, બીએસઈ સેન્સેક્સ ચાલુ નાણાકીય વર્ષમાં ૨.૧૨% વધ્યો છે, જ્યારે મિડકેપમાં ૨%નો વધારો થયો છે. સ્મોલકેપ ઇન્ડેક્સ ૨.૩% ઘટયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.