રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૬૧૩.૭૨ સામે ૫૭૫૭૨.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૫૨૪.૩૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૯૯.૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૬.૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૯૬૦.૦૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૯૭૦.૬૦ સામે ૧૬૯૮૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૯૪૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૮.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૩.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૦૬૪.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકા અને યુરોપમાં બેંકિંગ સંકટ હળવું થઈ રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં અસ્થિરતા અટકીને બજારો સ્થિર થવા સાથે ભારતીય શેરબજારોમાં આજે ઈન્ડેક્સ બેઝડ અપેક્ષિત બે – તરફી અફડાતફડીના અંતે નીચા મથાળે નવી લેવાલી જોવાઈ હતી. શેરબજારમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો કેશ સેગ્મેન્ટમાં આજે ૨૯,માર્ચ અંતિમ દિવસ હોવાથી ઈન્વેસ્ટરો, ફંડોએ આજે રિયલ્ટી, મેટલ, ઓટો અને એફએમસીજી શેરોમાં ધૂમ લેવાલીથી ભારતીય શેરબજાર બુધવારે ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. બીએસઈમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. એશિયાના અન્ય બજારોમાં સુધારાની અસર ભારતીય બજારમાં જોવા મળી હતી.
યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે વધેલા ઘર્ષણને લઈ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન છતાં આજે સ્થાનિક સ્તરે સાનુકુળ અહેવાલોએ અને વૈશ્વિક રાહે ભારતીય શેરબજાર પણ આજે ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. આજે અદાણી ગ્રુપના શેરો રિબાઉન્ડ થયા હતા અને અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સાથે એશિયાના અન્ય બજારોમાં સુધારાની પોઝિટિવ અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ભારે લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૭૨ લાખ કરોડ વધીને રૂ.૨૫૪.૭૧ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એકમાત્ર ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૫ અને વધનારની સંખ્યા ૨૧૭૩ રહી હતી, ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ૧ એપ્રિલથી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ માટેનું અનુમાન ૬% પર યથાવત રાખ્યું છે. એજન્સીએ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬માં તે વધીને ૬.૯% થવાની અપેક્ષા રાખી છે. એશિયા-પેસિફિક માટે ત્રિમાસિક આર્થિક માહિતી અપડેટ કરતાં, એસએન્ડપીએ જણાવ્યું હતું કે ફુગાવાનો દર ચાલુ નાણાકીય વર્ષમાં ૬.૮%થી ઘટીને ૨૦૨૩-૨૪માં ૫% થશે. તે જ સમયે, ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૭%ના દરે વૃદ્ધિ પામશે પરંતુ ૨૦૨૩-૨૪માં તે ઘટીને ૬% થઈ જશે.
વર્ષ ૨૦૨૪-૨૦૨૬માં ભારતનો સરેરાશ વિકાસ દર ૭% રહેશે. ત્યારપછી, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬માં જીડીપી ૬.૯%ના દરે વધવાનો અંદાજ છે, વર્ષ ૨૦૨૬-૨૭ માટે તે ૭.૧% રહેશે. ભારતની અર્થવ્યવસ્થા પરંપરાગત રીતે સ્થાનિક માંગથી પ્રભાવિત છે. જો કે, ત્યારથી તે વૈશ્વિક ચક્ર પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યું છે, જેનું એક કારણ નિકાસમાં વધારો છે. આક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨માં, વાર્ષિક ધોરણે જીડીપી વૃદ્ધિ ધીમી પડીને ૪.૪% થઈ ગઈ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.