Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૭૨૩૨ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૭૨૩૨ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૩.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૪૧૧.૦૮ સામે ૫૯૨૮૭.૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૮૬૬.૨૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૫૭.૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૧.૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૯૦૯.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૩૨.૭૦ સામે ૧૭૪૯૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૩૮૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૩.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૩૯૯.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક સ્તરે ચાઈનાનો ફેબ્રુઆરી માસનો મેન્યુફેકચરીંગ પીએમઆઈ વર્ષ ૨૦૧૨ પછીની એક દાયકાની ઊંચી સપાટીએ નોંધાતાં અને ચાઈનાની કોવિડ ઝીરો પોલીસીના અંત બાદ સૌથી ઝડપી આર્થિક રિકવરીએ એશીયાના દેશોના બજારોમાં મજબૂતી તેમજ સ્થાનિક સ્તરે અદાણી મામલે નવા પોઝિટીવ સમાચાર અદાણી ગ્રુપ સોવરેઈન વેલ્થ ફંડો પાસેથી ત્રણ અબજ ડોલરની લોન મેળવવામાં સફળ રહ્યાનું અને આ લોન વધીને પાંચ અબજ ડોલર સુધી મેળવી શકાય તેવા અહેવાલો સામે જીડીપી વૃદ્વિના આંક ઘટીને આવતા અને કોર સેક્ટરની ત્રિમાસિક વૃદ્વિ પણ નબળી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રીય મોરચે વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શનની સાથે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી સામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી તેમજ આઈટી, ટેક, બેંકેકસ, ઓટો અને ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોમાં ફંડોના ભારે પ્રોફિટ બુકિંગે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૯૧ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૯.૯૯ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રીયલ્ટી, સર્વિસિસ, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૭૬ અને વધનારની સંખ્યા ૧૫૮૧ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વર્તમાન અનિશ્ચિત બૃહદ્ વાતાવરણમાં ભારતનો ટેક ઉદ્યોગ સ્થિતિસ્થાપક રહ્યો છે અને  નાણાં વર્ષ ૨૦૨૩માં ૨૪૫ અબજ ડોલરના આંકને આંબશે પરંતુ નાણાં વર્ષ ૨૦૨૪માં ટેક ઉદ્યોગ સામે પડકાર જણાય રહ્યા છે. નિર્ણય પ્રક્રિયામાં ઢીલ, માગમાં ઘટાડો તથા ટેક નિયમનોના સ્વરૂપમાં પડકારો જોવા મળશે જે ઉદ્યોગ પર અસર કરશે એમ ઉદ્યોગ સંસ્થા નાસ્કોમ દ્વારા જણાવાયું હતું. નાણાં વર્ષ ૨૦૨૨ના આંકડાની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૩ના આંકડા નબળા રહ્યા છે, જે આ પરિબળોની અસર થયાનું સૂચવે છે.

નાણાં વર્ષ ૨૦૨૨માં ઉદ્યોગની આવકમાં ૩૦ અબજ ડોલરના ઉમેરા સાથે એકંદર વિકાસ દર ૧૫.૫૦% રહ્યો હતો જ્યારે વર્તમાન નાણાં વર્ષના અંતે આવક વૃદ્ધિનો આંક ૧૯ અબજ ડોલર અંદાજવામાં આવી રહ્યો છે. કંપનીઓનો મૂડ અને માનસ સાવચેતીભર્યા આશાવાદ દર્શાવે છે. ટેકનોલોજી પાછળના ખર્ચમાં વધારો થશે પરંતુ પડકારો ઘણાં જ આકરાં છે. હાલમાં જંગી છટણી વચ્ચે એક સારા સમાચાર એ છે કે, આઈટી ઉદ્યોગ નેટ એમ્પ્લોયર તરીકે જળવાઈ રહ્યો છે. ૫૪ લાખ કાર્યબળ સાથે નાણાં વર્ષ ૨૦૨૩માં ઉદ્યોગમાં ૨,૯૦,૦૦૦ નવા રોજગાર ઊભા થયા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રિટનમાં રાહુલ ગાંધી નવા લુકમાં દેખાયા, પાંચ મહિના બાદ હળવો કર્યો દાઢીનો ભાર
Next articleઅદાણી-હિંડનબર્ગ કેસ માટે બની એક્સપર્ટ કમિટી, SEBI 2 મહિનામાં રિપોર્ટ સોંપવા આદેશ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.