રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૬૦.૦૯ સામે ૫૮૨૭૩.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૨૭૩.૮૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૯૪.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૯૯૧.૫૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૧૩.૧૦ સામે ૧૭૨૭૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૭૧.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૯.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૪૪૨.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે બેન્ક સંકટનો ભય ઓછો થતાં તેમજ ઘરઆંગણે એફઆઆઈની ફરી શરુ થયેલી લેવાલીથી આજે સપ્તાહના અને ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ટ્રેડિંગ સેશનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઈન્ફોસિસ, ટાટા મોટર્સ સહિતના હેવિવેઈટ શેર્સની આગેવાની હેઠળ ઓલરાઉન્ડ લેવાલીથી સ્થાનિક શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં ૩૨ અબજ ડોલરના અલીબાબા ઈન્ક.ના બિઝનેસોનું ડિમર્જર થવાના અહેવાલ વચ્ચે ટેકનોલોજી ક્ષેત્રે ફરી રિકવરીની અપેક્ષાએ અને અમેરિકા, યુરોપમાં બેંકિંગ વંટોળ સમી રહ્યો હોઈ અમેરિકાના બજારો સાથે યુરોપના બજારોમાં રિકવરી પાછળ આજે ભારતીય શેરબજારમાં ઝડપી સુધારો જોવાયો હતો.
વૈશ્વિક બેંકિંગ કટોકટી બાદ યુબીએસ દ્વારા ક્રેડિટ સ્વિસને હસ્તગત કરતાં કટોકટી હળવી થઈ રહ્યાના અને યુબીએસ દ્વારા ક્રેડિટ વધતાં ક્રેડિટ જોખમે બોન્ડ બાયબેકની ઓફરના પરિણામે રોકાણકારોની ચિંતા હળવી થવાના સંકેત વચ્ચે આજે યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે વધેલા ઘર્ષણને લઈ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન છતાં આજે સ્થાનિક સ્તરે સાનુકુળ અહેવાલોએ અને વૈશ્વિક રાહે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૪૮ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૮.૧૯ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ટેક, બેન્કેક્સ, રિયલ્ટી, એનર્જી, ફાઈનાન્સિયલ સર્વિસિસ, ઓઈલ એન્ડ ગેસ, ટેલિકોમ્યુનિકેશન અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૫ અને વધનારની સંખ્યા ૨૩૯૩ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્ષ ૨૦૨૨માં દેશમાં મર્જર એન્ડ એક્વિઝિશનનો ૧૭૦.૬૦ અબજ ડોલરનો આંક અત્યારસુધીનો સૌથી ઊંચો રહ્યો છે. વર્ષ ૨૦૨૧ની સરખામણીએ વર્ષ ૨૦૨૨ના એમએન્ડએ સોદામાં ૩૮% વધારો જોવાયો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. એમએન્ડએના સૌથી વધુ સોદા નાણાંકીય ક્ષેત્રમાં થયા છે. આ ક્ષેત્રમાં કુલ ૭૦ અબજ ડોલરથી વધુનું ઈન્વેસ્ટમેન્ટસ જોવા મળ્યું છે. ૨૦.૪૦ અબજ ડોલરના રોકાણ સાથે ટેકનોલોજી ક્ષેત્ર બીજા ક્રમે રહ્યું છે.
બુક વેલ્યુની દ્રષ્ટિએ હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પ. સાથે એચડીએફસી બેન્કનું ૬૦.૪૦ અબજ ડોલરનું સૌથી મોટું મર્જર રહ્યું છે. રશિયા – યુક્રેન યુદ્ધના ઓછાયો, ઊંચા ફુગાવા, વ્યાજ દરમાં વધારો તથા વૈશ્વિક મંદીના ભણકારાએ વર્તમાન વર્ષમાં એમએન્ડએની પ્રવૃત્તિ ઘણી જ ધીમી કરી દીધી છે. વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ૬.૬૦ અબજ ડોલરના એમએન્ડએ સોદા થયા છે જે ૨૦૨૨ના આ ગાળાની સરખામણીએ ૭૩.૭૦% નીચા છે. સોદાની સંખ્યામાં પણ ૩.૧૭% ઘટાડો નોંધાયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.