રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૦૦.૧૯ સામે ૫૮૨૬૮.૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૪૫૫.૬૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૧૭.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૪.૨૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૫૫૫.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૨૫.૭૫ સામે ૧૭૨૨૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૧૦.૯૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૨.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૮.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૦૩૭.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાની સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકના નાદારીના પરિણામે વૈશ્વિક મોરચે વર્ષ ૨૦૦૮ની લેહમેન બ્રધર્સની કટોકટી બાદની સૌથી મોટી નાણા કટોકટી સર્જાવાના ભયે વૈશ્વિક બેંકિંગ શેરોમાં ફંડોના ઓફલોડિગે ૪૬૫ અબજ ડોલરની મૂડીના ધોવાણ બાદ આજે એશીયાના બજારોમાં હેમરીંગ સતત ચાલુ રહ્યું હતું. અમેરિકી પ્રમુખ જો બાયડેને અમેરિકન પ્રજાને અમેરિકાની બેંકિંગ સિસ્ટમ સાઉન્ડ હોવાનું અને થાપણદારોની મૂડી સુરક્ષિત હોવાનું આશ્વાસન આપ્યા છતાં શોર્ટ સેલરો વૈશ્વિક બજારોમાં સતત હાવી થતાં આજે પણ એશીયાના બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
અમેરિકામાં ફુગાવાનો આંક ઘટીને આવતાં વ્યાજ દરમાં વધારો અટકવાની ધારણાં છતાં સિલિકોન વેલીમાં અનેક આઈટી સ્ટાર્ટઅપ્સનું ભાવિ અદ્ધરતાલ બની ગયું હોઈ અનિશ્ચિતતા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ટેલિકોમ્યુનિકેશન, બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને રિયલ્ટી શેરોમાં વેચવાલીએ બીએસઈ સેન્સેક્સ ૩૪૪ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૮૮ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૬૫ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૫.૯૦ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૨% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સર્વિસિસ, યુટિલિટીઝ, પાવર, મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, કમોડિટીઝ, ઈન્ડસ્ટ્રિયલ્સ, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્રિસ્કિશનરી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૬૮ અને વધનારની સંખ્યા ૧૫૪૯ રહી હતી, ૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, રૂપિયામાં ઘસારા અને ઈક્વિટી – બોન્ડ માર્કેટમાં એકતરફા કડાકાને પગલે ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. જોકે માર્ચ મહિનાની સારી શરૂઆત થઈ છે અને ૩ માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૧.૪૫૮ અબજ ડોલરનો વધારો થયો છે અને તે ૫૬૨.૪૦ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. આ અગાઉના સતત ચાર સપ્તાહથી ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો. આ ચાર સપ્તાહમાં જ રિઝર્વ ૧૫.૮૩ અબજ ડોલર ઘટયું હતુ.
આરબીઆઈએ જાહેર કરેલ ડેટા અનુસાર ૩ માર્ચ ૨૦૨૩ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ફોરેન કરન્સી એસેટ ૧.૧૮૧ અબજ ડોલર વધ્યું છે. આ સપ્તાહે સોનાના ભંડારનું મૂલ્ય ૨૮.૨ કરોડ ડોલર વધીને ૪૨.૦૩૩ અબજ ડોલર થયું હતું. રિઝર્વ બેંકના ડેટા અનુસાર ગત સપ્તાહે ભારતના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સમાં ઘટાડો થયો છે અને તે ૧.૩ કરોડ ડોલર ઘટીને ૧૮.૧૭૪ અબજ ડોલર થયું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં રાખવામાં આવેલ રિઝર્વ પણ ૮૦ લાખ ડોલર વધીને ૫.૧૦૭ અબજ ડોલર પહોંચી ગયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.