રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૬૫૩.૮૬ સામે ૫૭૭૫૧.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૪૯૪.૯૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૪.૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦.૧૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૬૧૩.૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૩૭.૪૦ સામે ૧૭૦૬૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૯૨૭.૪૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૦.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૬.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૯૭૦.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
આવતી કાલે બુધવારે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં માર્ચ વલણનો ચાલુ સપ્તાહમાં અંત અને નાણાકીય વર્ષ ૨૦૨૩ પણ પૂરું થનારૂ હોઈ આજે ફંડો, ઈન્વેસ્ટરોએ સપ્તાહના બીજા દિવસે સાવધ વલણ અને અનિશ્ચિતતા વચ્ચે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી કરતા શરુઆતી સુધારો ધોવાઈ ગયો હતો અને ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે ઘટાડો નોંધાયો હતો. અમેરિકામાં સિલિકોન વેલી બેંકની લોનો ફર્સ્ટ સિટીઝન બેંક ખરીદવાના અહેવાલ સામે યુરોપમાં ક્રેડિટ સ્વિસ બાદ હવે જર્મન જાયન્ટ ડોઈશ બેંકના સંકટની ચર્ચા થવા લાગતાં અહેવાલો વહેતાં થતાં સાવચેતીમાં વધ્યા મથાળેથી વેચવાલી નીકળતાં ઉછાળો ધોવાઈ જઈ બીએસઈ સેન્સેક્સ ૪૦ પોઈન્ટ નિફટી ફ્યુચર ૬૬ પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે બેન્ક સંકટને લઈને રોકાણકારો સાવચેતીનું વલણ અપનાવી રહ્યા હોવાથી જોખમ લેવાનું ટાળી રહ્યા છે. રોકાણકારો બજારની ચોક્કસ દિશા માટે સ્થાનિક સ્તરે કોઈ ટ્રીગરના અભાવે વૈશ્વિક પરિબળો પર મીટ માંડી રહ્યા છે. આ સપ્તાહે જાહેર થનારા અમેરિકા અને યૂરોપના આર્થિક ડેટા પર ભારતીય શેરબજારની નજર રહેશે. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૨ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૧.૯૯ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૦૨ અને વધનારની સંખ્યા ૧૦૪૨ રહી હતી, ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, આગામી એપ્રિલ માસમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની મળનારી બેઠકમાં વ્યાજ દર વધારો અટકાવી દેવાય તેવી શકયતા જોવાઈ રહી છે. ગયા વર્ષના મે માસથી અત્યારસુધીમાં વ્યાજ દરમાં અંદાજીત ૨.૫% વધારો કરાયો છે. હાલનો ૬.૫૦%નો દર ફેબ્રુઆરી ૨૦૧૯ બાદની ઊંચી સપાટીએ છે. વ્યાજ દરમાં અત્યારસુધી કરાયેલા વધારાની અર્થતંત્ર પર કેવી અસર પડી છે, તેનો રિઝર્વ બેન્ક હવે અંદાજ મેળવી લેવા ધારે છે માટે ફુગાવો ૬%ની ઉપર હોવા છતાં તે રેપો રેટ જાળવી રાખશે તેવી શકયતા વધુ હોવાનું એસબીઆઈ રિસર્ચના એક રિપોર્ટમાં જણાવાયું છે. પરવડી શકે તેવા ઘરો માટેની લોન ઉપાડમાં ઘટાડો તથા અમેરિકા અને યુરોપમાં બેન્કિંગ કટોકટીને કારણે પણ વ્યાજ દરમાં સ્થિરતા આવી શકે છે.
વર્ષ ૨૦૨૦ના પ્રારંભમા કોરોનાના કાળમાં રેપો રેટ ઘટાડી ૪% સુધી કરાયો હતો. ત્રીજી એપ્રિલથી શરૂ થનારી એમપીસીની આગામી નાણાં વર્ષની પ્રથમ બેઠકમાં એકોમોડેશન વલણ પાછુ ખંચાવાનું ચાલુ રહેશે. દેશમાં ફુગાવામાં સાધારણ ઘટાડો થયો છે, પરંતુ તે ફેબ્રુઆરી માસમાં ૬%થી ઉપર રહ્યો હતો, જે રિઝર્વ બેન્કની ટોચમર્યાદાની બહાર છે. લાંબા ગાળાના ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન્વેસ્ટમેન્ટસ પર પૂરા પડાતા ઈન્ડેકસેસન લાભો નાણાં મંત્રાલય દ્વારા પાછા ખેંચાતા બેન્કિંગ વ્યવસ્થામાં થાપણો વધવાની શકયતા જોવાઈ રહી છે, જેને પગલે બેન્કોમાં લિક્વિડિટીમાં વધારો જોવા મળવા અપેક્ષા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.