રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૫૫૫.૯૦ સામે ૫૭૫૧૦.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૧૫૮.૬૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૨૮.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૮.૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૬૩૪.૮૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૩૭.૩૫ સામે ૧૭૦૧૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૯૧૮.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૧.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૦૪૭.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સતત પાંચ દિવસની મંદી બાદ આજે સપ્તાહના ચોથા દિવસે એટલે ગુરુવારે ભારતીય શેરબજાર ભારે ઉતાર – ચઢાવ બાદ ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ રહ્યું હતું. અમેરિકાની બેન્કોના સંકટની વાતો વચ્ચે યૂરોપિયન બેન્ક ક્રેડિટ સુઈસની ખરાબ સ્થિતિના સમાચારથી આજે સવારે શેરબજારમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી, જો કે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા બીએસઈ સેન્સેક્સ ગ્રીન ઝોનમાં આવી ગયો હતો અને ટ્રેડિંગના અંત સુધી સુધારો ટકી રહેતા ભારતીય શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું.
શેરબજારમાં આજે ભારે વોલેટિલિટી જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ વધીને ૧૬.૩૧ થઈ ગયો હતો. આ અગાઉ બજેટના દિવસે શેરબજારમાં આટલી વધુ વોલેટિલિટી જોવા મળી હતી. આજે ઓઈલ – ગેસ, પાવર, રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા, બેન્ક, ફાઈનાન્શિયલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે મેટલ, આઈટી, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ અને ટેલીકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૧૫ લાખ કરોડ વધીને રૂ.૨૫૬.૦૫ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, કમોડિટીઝ, આઈટી, ટેક, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ અને સર્વિસિસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૩૯ અને વધનારની સંખ્યા ૧૩૮૭ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતીય શેરબજાર માટે અત્યાર સુધી વર્ષ ૨૦૨૩ સારું રહ્યું નથી. સૌથી પહેલા હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપના શેરને શોર્ટ કરનારા રિપોર્ટ બાદ ભારતીય શેરબજાર ઊંધા માથે પછળાયું છે. અદાણી ગ્રુપના શેરમાં ૮૫% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો અને હવે અમેરિકાથી આવી રહેલા બેંકિંગ સંકટના અહેવાલે બજારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. છેલ્લા ૫ દિવસથી સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક ઠપ પડી જવાના કારણે માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે અને આ ઘટાડામાં રોકાણકારોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ હવે સાડા ૮ મહિનાના જૂના સ્તરની નજીક પહોંચી ગયું છે.
ભારતીય શેરબજારના રોકાણકારો માટે વર્ષ ૨૦૨૩ ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૩ના અઢી મહિનામાં ભારતીય શેરબજારના રોકાણકારોને અંદાજીત ૨૬.૫૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વર્ષ ૨૦૨૨ના છેલ્લા ટ્રેડિંગ દિવસે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ અંદાજીત રૂ.૨૮૨.૪૪ લાખ કરોડ હતું, જે અઢી મહિનામાં ઘટીને રૂ.૨૫.૯૦ લાખ કરોડે પહોંચી ગયું છે. એટલે કે વર્ષ ૨૦૨૩માં આ સમયગાળા દરમિયાન માર્કેટ કેપમાં અંદાજીત રૂ.૨૬.૫૪ લાખ કરોડનો ઘટાડો થયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.