રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૯.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૮૩૬ સામે ૮૫૮૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૪૭૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૫૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૦૮ સામે ૨૬૩૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૩૦૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૩૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જળવાઈ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે ચાઈનાના મેગા સ્ટીમ્યુલસ પેકેજના પરિણામે એશીયા, યુરોપના બજારોમાં તેજીની સાથે ભારતીય શેરબજારમાં આજે નિરંતર સાતમાં દિવસે વિક્રમી તેજી કરી બજારને ઇન્ડેક્સ બેઝડ નવા શિખરે મૂકી દીધું હતું.
વિદેશી તેમજ લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં અવિરત ખરીદી અને ભારતના મૂડી બજારના ઈતિહાસમાં સૌથી મોટો રૂ.૨૫,૦૦૦ કરોડની રકમનો શેરોના આઈપીઓ માટે કોરિયન ઓટો જાયન્ટ હ્યુન્ડાઈના ભારતીય એકમને સેબીએ મંજૂરી આપી દેતાં આજે સકારાત્મક પરિબળોના પગલે સેન્સેકસે ૮૫૯૭૮ પોઈન્ટની તેમજ નિફ્ટી ફ્યુચરે ૨૬૪૦૨ પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવી હતી, જો કે ઈઝરાયેલ દ્વારા હવે લેબનોન સાથે યુદ્વના મંડાણ અને આ યુદ્વ મિડલ ઈસ્ટ વોરમાં પરિણમવાના અમેરિકા, યુરોપ સહિત વિશ્વના ભયના માહોલએ ઉછાળે સાવચેતીમાં વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, બેંકેકસ, યુટિલિટીઝ, ફાઈનાન્શિયલ સર્વિસીસ, ટેલિકોમ્યુનિકેશન, પાવર, એફએમસીજી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૫૭ અને વધનારની સંખ્યા ૧૯૭૯ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સન ફાર્મા ૨.૬૬%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૭૨%, ટાઈટન લી. ૧.૫૦%, એચસીએલ ટેકનોલોજી ૧.૩૧%, બજાજ ફિનસર્વ ૧.૧૦%, એશીયન પેઇન્ટ ૦.૯૦% અને એનટીપીસી લી. ૦.૭૩% વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ ૩.૦૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૮૩%, ભારતી એરટેલ ૧.૭૪%, એચડીએફસી બેન્ક ૧.૬૫%, કોટક બેન્ક ૧.૫૫%, લાર્સન લી. ૧.૪૯%, અદાણી પોર્ટ ૧.૧૧% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૪% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોનો આધાર સપ્ટેમ્બરમાં ૫ કરોડને પાર થવાની ધારણા છે. ઇક્વિટી માર્કેટમાં સતત તેજી અને નવા ફંડ ઓફરિંગમાં સતત વધારા વચ્ચે માત્ર ૧૨ મહિનામાં ફંડ રોકાણકારોની સંખ્યામાં ૧ કરોડથી વધુનો વધારો થયો છે. આ સમયે રોકાણકારો આપણા દેશના વિકાસમાં ભાગ લેવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા બજાર આધારિત રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જે તમામ અર્થતંત્રો અને ક્ષેત્રોમાં ફંડ ઓફર કરે છે. ફંડ રોકાણકારોની સંખ્યામાં છેલ્લે ૧ કરોડનો વધારો થતાં ઉદ્યોગને ૨૧ મહિનાનો સમય લાગ્યો હતો. જ્યારે રોકાણકારોની સંખ્યા ૨ કરોડથી ૪ કરોડ સુધી પહોંચવામાં ૨૬ મહિનાથી વધુનો સમય લાગ્યો હતો.
ફંડ ઉદ્યોગના જણાવ્યા અનુસાર, ઇક્વિટી રોકાણના વધતા વલણને કારણે રોકાણકારોની વૃદ્ધિમાં મદદ મળી છે. જેમ જેમ દેશ અને વસ્તી ભારતની લાંબા ગાળાની સફળતામાં વધુ આત્મવિશ્વાસ ધરાવે છે, તેમ મૂડીબજારોમાં રોકાણકારોના રસમાં વધારો જોવા મળ્યો છે. ઉદ્યોગના સુત્રોનું કહેવું છે કે ઇક્વિટી અને સિપ રોકાણ માટે વધતા રસને કારણે આગામી ૩-૪ વર્ષમાં ફંડ રોકાણકારોની સંખ્યા બમણી થઈને ૧૦ કરોડ થવાની ધારણા છે. ઉદ્યોગે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦ કરોડ રોકાણકારોનો લક્ષ્યાંક રાખ્યો છે. ત્યાં સુધીમાં કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) પણ રૂ. ૧૦૦ લાખ કરોડને પાર કરી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.