Home વ્યાપાર જગત - BUSINESS નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

33
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૨૯૯ સામે ૮૪૨૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૦૯૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૫૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૨૬૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૯૦ સામે ૨૫૯૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૯૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦  પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૬૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં ગઈકાલે મોટો કડાકો નોંધાયા બાદ સુધારા તરફી ખૂલ્યા હતા.જો કે, ફરી પાછા રેડ ઝોનમાં ટ્રેડ થઈ બંધ રહ્યા હતા. ચાઈનાએ ગત સપ્તાહમાં મેગા સ્ટીમ્યુલસ પેકેજ આપીને અર્થતંત્રને વૃદ્વિના પંથે લાવવા કરેલા મોટા પ્રયાસના પરિણામે શાંઘાઈ શેર બજારમાં ફંડોએ આકર્ષક વેલ્યુએશને મોટી ખરીદી કરી તેજી લાવતાં ફોરેન ફંડ ડાઈવર્ઝન અને જમ્મુ કાશ્મીર તેમ જ હરિયાણામાં ચૂંટણીઓમાં અપસેટ સર્જાવાના સંકેતોએ ભારતીય શેર બજારોમાં તેજીને બ્રેક લાગી ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો શેરો પાછળ કડાકો બોલાવી દીધો હતો.

સેન્સેક્સ ૩૩ પોઈન્ટના ઘટાળા સાથે ૮૪૨૬૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૧ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૯૬૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૪ પોઈન્ટના ઘટાળા સાથે ૫૩૩૮૧ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ,નિફટી બેઝડ શેરોમાં વેચવાલીને કારણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ મળીને માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો હતો.

સેન્સેક્સ, નિફટીમાં વિક્રમી તેજીને બ્રેક લાગી કડાકો બોલાઈ જવા સામે પસંદગીના સ્મોલ શેરોમાં આકર્ષણ છતાં ઘણા મિડ કેપ શેરોમાં વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બેંકિંગ શેરોમાં પણ ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી.ચાઈનાએ મેગા સ્ટીમ્યુલસ પેકેજ આપતાં મેટલ-માઈનીંગ ક્ષેત્રે મોટી માંગની અપેક્ષાએ ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું.પાછલા ઘણા દિવસોથી ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ,નિફટી સતત વિક્રમી નવી ઊંચાઈના શિખરો સર કરતાં રહી ઓવરબોટ બની જતાં કરેકશન-ઘટાડો અનિવાર્ય બન્યો હતો,જેની શરૂઆત થઈ ગઈ હતી. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,વોલ્ટાસ,સન ફાર્મા,વોલ્ટાસ,એચસીએલ ટેકનોલોજી,ઈન્ફોસીસ,અદાણી પોર્ટસ,ટોરેન્ટ ફાર્મા,ટાટા કોમ્યુનિકેશન,ડીએલએફ,જીન્દાલ સ્ટીલ,ઓબેરોઈ રીયાલીટી,ટાટા સ્ટીલ,જેએસડબ્લ્યુ સ્ટીલ,સન ટીવી,વિપ્રો,ટાટા કેમિકલ્સ  જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની ઈન્ડીગો,હેવેલ્લ્સ,કોલ્પાલ,ગ્રાસીમ,એસીસી,કોટક મહિન્દ્રા બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૮ અને વધનારની સંખ્યા ૨૨૯૬ રહી હતી,  ૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ચીનના શેરબજારમાં સોમવારે ૧૬ વર્ષના ગાળા બાદ સૌથી મોટી એકદિવસીય રેલી જોવા  મળી હતી. છેલ્લા નવ સત્રથી ચીનના શેરબજારમાં સુધારો જોવા મળી રહ્યો છે.વૈશ્વિક મોરચે એક તરફ ઈઝરાયેલે વિશ્વની મહાસત્તાઓના યુદ્વ વિરામની અરજની ઐસી કી તૈસી કરીને લેબનોનને પણ ગાઝાની જેમ ખેદાન-મેદાન કરવાનો  નિર્ધાર કરી યુદ્વને ભયાવહ મોરચે લઈ જવા માંડયું છે,લાર્જ કેપ શેરોમાં જોવાઈ રહેલા યુફોરિયા, તેજીનો ઉન્માદ શકય છે કે ચાઈનાની રિકવરીએ ફોરેન ફંડોનું ફંડ ડાઈવર્ઝન થવાની સ્થિતિમાં મોટું કરેકશન  આપી શકે છે. ચીનના ઘર ખરીદવા માટેના નિયમો હળવા બનાવાતા અને મોર્ગજ દર નીચા કરાતા તેની અસર શેરબજાર પર જોવા મળી છે. છેલ્લા ઘણાં સમયથી મંદીનો સામનો કરી રહેલા ચીનમાં સરકારે અર્થતંત્રને સુધારવા અનેક સ્ટીમ્યુલ્સ જાહેર કર્યા છે. પીપલ’સ બેન્ક ઓફ ચાઈનાના ગવર્નર પાન ગોન્ગશેન્ગે એક પત્રકાર પરિષદને સંબોધતા રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિઓ તથા મુખ્ય વ્યાજ દરમાંગયા સપ્તાહે ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. અર્થતંત્રમાં આવશ્યક રિકવરી જોવા મળતી નહીં હોવાથી ચીન દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્ટીમ્યુલ્સ જાહેર કરવામાં આવ્યા છે.ચીન હાલમાં પ્રોપર્ટી ક્ષેત્રની કટોકટી તથા બેરોજગારીના ઊંચા દરનો સામનો કરી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field