નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    14
    0

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૦.૨૦૨૪ ના રોજ

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૬૭ સામે ૮૧૮૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૫૩૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૬૧૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૦૮૩ સામે ૨૫૧૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૧૧૭  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

    શેરબજારમાં ગુરુવારે તેજી જોવા મળી હતી.ચાઈનામાં પાછલા દિવસોમાં સ્ટીમ્યુલસ પેકેજ બાદ આવેલી રિકવરી છતાં ચાઈનાના બજારોએ આર્થિક રિકવરી માટે હજુ મોટું સ્ટીમ્યુલસ-રાહત પેકેજ જરૂરી હોવાની માંગ કરતાં ચાઈનીઝ બજારોમાં આજે ફરી કડાકા વચ્ચે ભારતીય શેર બજારોમાં પણ ઉછાળે ફરી આંચકા આવ્યા હતા. ચાઈના ગમે તે ઘડીએ પેકેજ જાહેર કરે એવી એક શકયતા અને બીજી તરફ ઈઝરાયેલ દ્વારા પણ ગમે તે ઘડીએ ઈરાનને તેના પરના મિસાઈલોના હુમલાનો જવાબ આપવામાં આવે એવી શકયતાએ શેરોમાં ઉછાળે તેજીનો વેપાર હળવો કરવાનું મહારથીઓ, ફંડોનું માનસ રહ્યું હતું. સેન્સેક્સ, નિફટીમાં ઉછાળે આંચકા છતાં આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધારો થયો હતો.

    સેન્સેક્સ ૧૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૬૧૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૧૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૦૭ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૭૮૦ પોઈન્ટના સ્તરે બંધ થયો.શેરબજારમાં ગત સપ્તાહે કરેક્શન નોંધાયા બાદ હવે ફરી સ્થિર બન્યા છે.ફેડરલ રિઝર્વની મીટિંગ મિનિટો અને સપ્ટેમ્બરના ફુગાવાના ડેટા અને કમાણીની સીઝન પહેલા એસ એન્ડ પી ૫૦૦ અને ડાઉ વિક્રમી ઊંચાઈએ બંધ થતાં બુધવારે વોલ સ્ટ્રીટના શેરોમાં વધારો થયો હતો.એશિયન શેરોમાં ગુરુવારે વધારો થયો હતો કારણ કે યુએસ શેરોએ ફુગાવાના ડેટાની આગળ નવી ઊંચી સપાટી બનાવી હતી જે આગામી મહિનાઓમાં ફેડરલ રિઝર્વની નીતિ હળવીને વ્યાખ્યાયિત કરી શકે છે.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં એચડીએફસી એએમસી,ટીસીએસ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,એચસીએલ ટેકનોલોજી,સન ફાર્મા,ટાટા કોમ્યુનિકેશન,લાર્સેન,મુથૂટ ફાઈનાન્સ,એચડીએફસી બેન્ક,ઓબેરોઈ રીયાલીટી,કોટક મહિન્દ્રા બેન્ક,અદાણી એન્ટર.,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,વોલ્ટાસ,ભારત ફોર્જ, કોલ્પાલ,લ્યુપીન,એસીસી,ગ્લેનમાર્ક ફાર્મા,એસબીઆઈ લાઈફ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૩ અને વધનારની સંખ્યા ૨૨૫૧ રહી હતી,  ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો,ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં છેલ્લા સપ્તાહમાં જંગી ચોખ્ખી વેચવાલી હજુ વધતી જોવાઈ શકે છે.આ સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ઘટાડે સતત ખરીદી પર્યાપ્ત નીવડી રહી નથી.અમેરિકાએ ઈઝરાયેલને ઈરાનના ન્યુક્લિયર સ્થળો પર હુમલો નહીં કરવા સિવાય આપેલી લીલીઝંડીને ધ્યાનમાં લેતા ગમે તે ઘડીએ ઈઝરાયેલ દ્વારા ઈરાન પર વળતો પ્રહાર થવાની અને એની સાથે આ યુદ્વ અંત તરફ આગળ વધવાની શકયતા રહેશે.આગામી સપ્તાહમાં  સેન્ટીમેન્ટ હજુ ડહોળાયેલું રહેવાની શકયતા છે.ભારત માટે આયાત-નિકાસ મોરચે મોટું આર્થિક સંકટ સર્જાવાની સ્થિતિમાં આર્થિક વિકાસની ગણતરી પણ હાલ તુરત ઊંધીવળવાનું જોખમ છે.જ્યારે બીજી તરફ ચાઈના તેના અર્થતંત્રને ફરી રિકવરીની પટરી પર લાવવા ઝરૂરી બન્યું છે. 

    રિઝર્વ બેન્કની ધિરાણ નીતિમાં  વ્યાજના દર જાળવી રાખવામાં આવ્યા હતા. પરંતુ આગળ ઉપર મળનારી મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે એવાં સંકેતો રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવ્યા હતા.અમેરિકામાં ફેજરલ રિઝર્વની છેલ્લી જે મિટિંગ મળી હતી એ મિટિંગને બહાર પડનારી મિનિટસ પર બજારની નજર રહી હતી.દરમિયાન, ન્યુઝીલેન્ડમાં વ્યાજના દરમાં અડધા ટકાનો ઘટાડો કરાતાં વિશ્વ બજારમાં ડોલર સામે ન્યુઝીલેન્ડની કરન્સી ગબડી ૧૯ ઓગસ્ટ પછીના નવા નીચા તળિયે ઉતરી ગયાના વાવડ મળ્યા હતા.હવે અમેરિકામાં બહાર પડનારા ફુગાવાના ડેટા પર બજારની નજર રહી હતી.ડોલર સામે ઓસ્ટ્રેલિયન ડોલરના ભાવ ગબડી ૧૬ સપ્ટેમ્બર પછીના નવા તળિયે ઉતર્યા હતા. રોકાણકારોમાં સાવચેતી વચ્ચે,આસા છેકે નજીકના ભવિષ્યમાં બજાર મજબૂત થશે.પરિણામની સીઝન ટીસીએસ દ્વારા તેના પરિણામોની જાહેરાત સાથે શરૂ થશે, તેથી ધ્યાન આઈટી ક્ષેત્ર પર કેન્દ્રિત થવાની શક્યતા છે. વૈશ્વિક સ્તરે, બધાની નજર એફઓએમસી મીટિંગની મિનિટ્સ પર રહેશે.

    This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

    Existing Users Log In
       
    New User Registration
    *Required field
    Previous articleઆજનું રાશિફળ (10/10/2024)
    Next articleદ્વારકા-જામખંભાળિયાનાં સલાયા હાઇવે પર અકસ્માતમાં એકનું મોત અને એક યક્તિ ઘાયલ
    Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.