Home વ્યાપાર જગત - BUSINESS નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

4
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૧૨.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૩૩ સામે ૮૨૦૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૫૫૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૭૪૮ પોઈન્ટ બંધ થયેલ...!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૩૦ સામે ૨૪૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૧૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૩૮ પોઈન્ટ બંધ થયેલ...!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સોમવારે શેરબજારમાં વેચવાલીના માહોલ વચ્ચે સાપ્તાહિક શરૂઆત નેગેટિવ રહી છે.વૈશ્વિક કોમોડિટીના નબળા ભાવ અને આ સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયની પૂર્વે, હેવીવેઇટ મેટલ અને આઇટી શેરોમાં થયેલા નુકસાનને કારણે સોમવારે ભારતના બેન્ચમાર્ક સૂચકાંકો મંદી જોવા મળી હતી.સેન્સેક્સ ૫૦૦ પોઈન્ટ સુધી તૂટ્યો છે.સેન્સેક્સ ૩૮૫ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૭૪૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૯૨ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૭૩૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૬૯૭ પોઈન્ટના સ્તરે બંધ થયો.ચીન અને યુરોપના આર્થિક ડેટા અને બોન્ડની વધતી જતી ઉપજને કારણે ઈક્વિટી વેલ્યુએશનને પડકાર્યા બાદ સોમવારે વૈશ્વિક શેરો નીચા ગયા હતા.

સોમવારે જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે ચીનનો વપરાશ નવેમ્બરમાં અપેક્ષા કરતાં વધુ ધીમો પડ્યો છે. ગયા મહિને છૂટક વેચાણ માત્ર ૩% વધ્યું હતું, જે ઑક્ટોબરના ૪.૮% વૃદ્ધિ અને અર્થશાસ્ત્રીઓના ૪.૬% ની આગાહી કરતા ઘણું ધીમી હતી. ઔદ્યોગિક ઉત્પાદન અપેક્ષા મુજબ ઘણું હતું, જ્યારે ઘરની કિંમતો હજુ પણ ઘટી રહી હતી,જોકે ધીમી ગતિએ.ટોચના ઉપભોક્તા ચીનનું છૂટક વેચાણ નવેમ્બરમાં અપેક્ષા કરતાં નબળું હતું તે પછી નબળા વૈશ્વિક ભાવને ટ્રેક કરીને મેટલ સ્ટોક્સ ૧% નીચામાં સમાપ્ત થયા, બેઇજિંગ પર ઉત્તેજના વધારવા માટે દબાણ જાળવી રાખ્યું કારણ કે તે બીજા ટ્રમ્પ વહીવટ હેઠળ વધુ યુએસ ટ્રેડ ટેરિફ માટે કૌંસ ધરાવે છે.યુક્રેન પર રશીયાએ  મિસાઈલ હુમલા કરતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાના અંદાજે અને ચાઈનાની સીઈડબલ્યુસી દ્વારા સ્ટીમ્યુલસ મામલે ખાસ કોઈ આશ્ચર્ય નહીં આપતાં ચાઈનાના બજારોમાં કડાકા પાછળ વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં મેટલ-માઈનીંગ શેરો ઘટાળા પાછળ જતાં સેન્સેક્સ, નિફટી બેઝડ વેચવાલી જોવા મળી હતી. ઓઈલ એન્ડ ગેસ ઉપરાંત મેટલ શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.

 આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ઓબેરોઈ રીયાલીટી,હવેલ્લ્સ ઇન્ડિયા,મુથૂટ ફાઈનાન્સ,વોલ્ટાસ,કોટક મહિન્દ્રા બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,બાટા ઇન્ડિયા,એક્સીસ બેન્ક,રામકો સિમેન્ટ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,ઈન્ડીગો,લાર્સેન,ગ્રાસીમ,એસીસી,હિન્દુસ્તાન યુનીલીવર,એચડીએફસી એએમસી,ઈન્ફોસીસ,રિલાયન્સ,લ્યુપીન,એચસીએલ ટેકનોલોજી,ટેક મહિન્દ્રા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૯૬ અને વધનારની સંખ્યા ૨૩૪૬ રહી હતી, ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય,જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. સીરિયા મામલે ટેન્શન સાથે અમેરિકામાં બાઈડન સત્તા છોડતા પહેલા યુક્રેનને મિસાઈલ અને અન્ય જોખમી શસ્ત્રોનો રશીયા સામે ઉપયોગ કરવા પરવાનગી આપી જઈ યુક્રેન-રશીયા યુદ્વને લાંબો સમય ચાલુ રહેવાનો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પ પર છોડી જઈ વિશ્વની યુદ્વની સ્થિતિ કાયમ રહે એવા પ્રયાસોની નેગેટીવ અસર વૈશ્વિક બજારો પર જોવાઈ છે. બીજી તરફ ચાઈના આર્થિક પડકારોમાંથી બહાર આવવાના પ્રયાસો છતાં સ્ટીમ્યુલસ અપર્યાપ્ત હોવાના મામલે દબાણ હેઠળ છે, ત્યારે ટ્રમ્પ સુકાન સંભાળવાની તૈયારીમાં હોઈ આ પડકારો વધવાની સંભાવનાએ અનિશ્ચિતતા વચ્ચે ગત સપ્તાહના અંતિમ દિવસોમાં ચાઈના પાછળ વિશ્વ બજારોમાં મોટો આંચકો આવ્યો છે. અલબત ભારતીય શેર બજારોમાં આરંભિક ધબડકા બાદ વી-સેઈપ રિકવરી આવી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો એફપીઆઈઝની ખરીદીને આભારી રહી છે. ફોરેન ફંડો શેરોમાં ખરીદદાર બન્યા છે. જેમાં પણ ચાઈના માટે અમેરિકાના આકરાં વલણથી એડવાન્ટેજ ભારત બનવાની અને ઉદ્યોગોમાં નવું વિદેશી રોકાણ ઠલવાશે એવી અપેક્ષાએ શેરોમાં પસંદગીની ખરીદી વધતી જોવાઈ છે.

હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field