Home વ્યાપાર જગત - BUSINESS નિફટી ફ્યુચર ૨૪૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

7
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૧.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૧૩૯ સામે ૭૮૨૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૮૯૮.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૫૦૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૮૦૫ સામે ૨૩૫૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૫૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૮૯૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

નવા કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ બીએસઈ સેન્સેક્સ અંદાજીત ૬૦૦ પોઈન્ટ ઉછળ્યો હતો જ્યારે નિફ્ટી ફ્યુચરે ૨૩૯૬૪ પોઈન્ટનો ઇન્ટ્રાડે હાઈ નોંધાવ્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે યુએસ, યુકે, કોરિયા, ચીન, ફ્રાન્સ, જર્મની સહિત મોટાભાગના એશિયન સ્ટોક માર્કેટ્સ તેમજ યુરોપિયન શેરબજારો બંધ રહ્યા હતા. નવા વર્ષની શરૂઆત સાથે હવે રોકાણકારો ફુગાવો અને ફેડ રિઝર્વ દ્વારા રેટ કટના પડકારો પર ફોકસ રહેશે. ટ્રમ્પની નિમણૂક બાદ અમેરિકાની નવી આર્થિક નીતિઓને ધ્યાનમાં રાખતાં વિદેશી રોકાણકારો નવા રોકાણ માટે હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે ત્યારે જાન્યુઆરીમાં ત્રીજા ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અને યુનિયન બજેટ પર સૌની નજર રહેશે.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા જતાં ઉપરાંત ભારતમાં ફિસ્કલ ડેફીસીટ વેરાકિય ખાધ એપ્રિલથી નવેમ્બરમાં વધી રૂ.૮.૪૭ લાખ કરોડની સપાટીએ પહોંચતા રૂપિયા પર દબાણ જોવા મળ્યું હતું. સાથે સાથે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી ક્રૂડ, સોના-ચાંદી સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે અને તેના પગલે ફુગાવો વધતાં હવે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજમાં ઘટાડો વિલંબમાં પડવાની શક્યતા જોવાઈ રહી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૪૧ અને વધનારની સંખ્યા ૨૭૪૧ રહી હતી, ૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતિ સુઝુકી ૩.૨૬%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૪૫%, બજાજ ફાઈનાન્સ ૧.૬૯%, લાર્સેન લિ. ૧.૬૪%, ટાટા મોટર્સ ૧.૧૫%, એશિયન પેઈન્ટ ૦.૯૯%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૯૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૭૬%, એકસિસ બેન્ક ૦.૬૪%, એચડીએફસી બેન્ક ૦.૫૬% અને બજાજ ફિનસર્વ ૦.૫૪% વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૦.૯૮%, અદાણી પોર્ટ ૦.૮૦%, ઝોમેટો લિ.૦.૫૪%, એચસીએલ ટેકનોલોજી ૦.૨૭%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૨૧%, હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૧૭%, ટેક મહિન્દ્ર ૦.૦૯% અને નેસલે ઈન્ડિયા ૦.૦૩ ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં ડોલર સામે રૂપિયો ૩% જેટલો ઘટયો છે ત્યારે વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં દેશની આઈટી સેવા કંપનીઓના ઓપરેટિંગ માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. ડોલર સામે ભારતીય રૂપિયાની સતત નબળાઈથી દેશના આયાત બિલમાં ભલે વધારો થયો હોય પરંતુ દેશની આઈટી સેવા કંપનીઓનો ૬૦ થી ૬૫% વેપાર હિસ્સો અમેરિકાની બજારમાં રહેલો હોવાથી આઈટી કંપનીઓને લાભ થઈ રહ્યો છે. ખાસ કરીને ટીસીએસ, ઈન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવી કંપનીઓ અમેરિકાની બજારમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે.

ભારતની આઈટી કંપનીઓ જ નહીં પરંતુ અમેરિકાની કંપનીઓ જે ભારતમાં તેમની બેક ઓફિસ હાજરી ઝડપથી વધારી રહી છે તેમને પણ ભારતમાં નીચા લેબર કોસ્ટનો લાભ થઈ રહ્યો છે. જો કે મંદ માંગ વચ્ચે ડોલર સામે રૂપિયામાં જોરદાર ઘસારાને પરિણામે વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના કંપનીના પરિણામો ખાસ કરીને કાચા માલ માટે આયાત પર નિર્ભર કંપનીઓના પરિણામો નબળા જોવા મળવાની ધારણાં પણ મૂકવામાં આવી રહી છે. ડોલર સામે રૂપિયો હાલમાં ૮૫.૫૫ ને પાર જતો રહ્યો છે ત્યારે આયાતી કાચા માલસામાન પર નિર્ભર રહેતી કંપનીને ડોલર પેટે વધુ રૂપિયાની જોગવાઈ કરવાની હોવાથી માર્જિન પર પણ દબાણ આવવાની શકયતા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field