Home વ્યાપાર જગત - BUSINESS નિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

4
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૧.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૧૯૯ સામે ૭૮૩૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૪૮૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૧૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૯૫ સામે ૨૩૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૫૯૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૭૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજીને બ્રેક લાગી હતી. ઓઈલ એન્ડ ગેસ, એનર્જી ફ્રન્ટલાઈન શેરો સાથે રિયલ્ટી, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી અને એફએમસીજી શેરોમાં ફરી ફોરેન ફંડોએ આજે ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની પસંદગીના શેરોમાં આક્રમક ખરીદી કર્યા સાથે ઘટાડો સીમિત બન્યો હતો.

ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં એચએમપીવી વાઈરસ એટલો ઘાતક નહીં હોવાના અને તકેદારીથી એનું સંક્રમણ નીવારી શકાય એમ હોવાના તબીબી નિષ્ણાંતોના અભિપ્રાય છતાં વિદેશી ફંડો, રોકાણકારોની વેચવાલી યથાવત રહેતા ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી સાથે ઉછાળે ઘટાડો જોવા મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડમાં સતત તેજી સાથે કોરોના જેવા નવા વાઈરસનો ફેલાવો વધવાની ભીતી વચ્ચે શેરબજાર ઘટાડા સાથે કરન્સી માર્કેટમાં રૂપિયા પર દબાણ વધ્યું હતું અને આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ફોકસ્ડ આઇટી, રિયલ્ટી, ટેક, એફએમસીજી, આઈટી, ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૮૬ અને વધનારની સંખ્યા ૧૩૮૬ રહી હતી, ૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટીસીએસ લી. ૧.૯૭%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૯૨%, આઈટીસી લી. ૧.૯૦%, એશિયન પેઈન્ટ ૧.૮૦%, એચસીએલ ટેકનોલોજી ૦.૮૩%, મારુતિ સુઝુકી ૦.૭૭%, ભારતી એરટેલ ૦.૭૨%, એકસિસ બેન્ક ૦.૬૯% અને બજાજ ફિનસર્વ ૦.૫૭ વધ્યા હતા, જયારે અદાણી પોર્ટ ૧.૮૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૭૫%, લાર્સન લી. ૧.૨૬%, સન ફાર્મા ૧.૧૯%, એચડીએફસી બેન્ક ૧.૧૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૧૧%, એનટીપીસી લી. ૧.૦૬%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૦૦%, ઝોમેટો લિ. ૦.૯૯% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૮૩% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના એક અંદાજ મુજબ મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેક્ટરના ખરાબ દેખાવને કારણે દેશનો આર્થિક વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને ચાર વર્ષના નિમ્ન સ્તર એટલે કે ૬.૪%એ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોવિડ વર્ષ ૨૦૨૦-૨૧માં જીડીપી માઇનસ ૫.૮% રહ્યો હતો. જીડીપી ૨૦૨૧-૨૨માં ૯.૭%, ૨૦૨૨-૨૩માં ૭% અને ૨૦૨૩-૨૪માં ૮.૨% રહ્યો હતો. આરબીઆઈએ ડિસેમ્બર ૨૦૨૪માં જારી કરેલા પોતાના અંદાજમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ૬.૬% રહેશે. આ ઉપરાંત એનએસઓનો આ અંદાજ નાણા મંત્રાલયના અંદાજથી પણ ઓછો છે. નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ૬.૫% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

એનએસઓના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો વૃદ્ધિ દર ૫.૩% રહેશે જે ગત નાણાકીય વર્ષમાં ૯.૯% હતો તેમજ સર્વિસ સેક્ટરનો વૃદ્ધિ દર ૫.૮% રહેવાનો અંદાજ છે જે ગત નાણાકીય વર્ષમાં ૬.૪% હતો. ઉલ્લેખનીય છે કે સર્વિસ સેક્ટરમાં વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશનનો સમાવેશ થાય છે. નાણાકીય ૨૦૨૪-૨૫માં કૃષિ સેક્ટરનો વૃદ્ધિ દર ૩.૮% રહેવાનો અંદાજ છે. જે ગત નાણાકીય વર્ષમાં ૧.૪% હતો. એનએસઓના અંદાજ મુજબ ૨૦૨૪૨-૫માં ભારતીય અર્થતંત્રનું કદ ૩.૮ ટ્રિલિયન ડોલર રહેવાનો અંદાજ છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field