રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૬૯૯ સામે ૭૯૬૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૦૭૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૨૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૯૯૨ સામે ૨૩૯૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૭૭૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૮૧૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વેકેશન મૂડ વચ્ચે કેલેન્ડરવર્ષ ૨૦૨૪ના અંતિમ અને આજે સપ્તાહના પ્રથમ દિવસે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મેટલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે વેચવાલી સાથે ઓટો, ઇન્ડસ્ટ્રીયલ અને કોમોડિટીઝ શેરોમાં વેચવાલી રહેતાં ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) વર્ષ પૂરૂ થવાના દિવસોમાં પણ શેરોમાં મોટી વેચવાલી કરતાં ઘણા ઈન્વેસ્ટરો સાવચેતીમાં મોટી ખરીદીથી દૂર રહ્યા હતા. જેના પરિણામે આજે પણ એફપીઆઈઝની વેચવાલી રહેતાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ગત સપ્તાહનો ઉછાળો આજે ધોવાયો હતો અને ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર સામે રૂપિયામાં સતત ધોવાણ ચાલુ રહ્યું હતું તથા રૂપિયો નવા નીચા તળિયે નોંધાતા દેશમાં આયાત થતી સોના – ચાંદી, ક્રૂડતેલ સહિતની વિવિધ ખાદ્ય ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ પણ વધી જવાની ગણતરી વચ્ચે હવે દેશમાં મોંઘવારી તથા ફુગાવો વધુ ઉંચા જતા જોવા મળશે એવી ભીતિ જોવા મળી હતી. સાથે સાથે વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ જોવાઈ હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, ટેલેકોમ્યુંનીકેશન, ફોકસ્ડ આઈટી, એફએમસીજી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૨૬ અને વધનારની સંખ્યા ૧૪૯૨ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૯૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૪.૩૩%, ટેક મહિન્દ્ર ૨.૦૪%, એચસીએલ ટેકનોલોજી ૧.૯૭%, સન ફાર્મા ૧.૧૦%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૦૯%, એશિયન પેઈન્ટ ૦.૬૮ અને હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૧૩% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ ૨.૨૪%, ટાઈટન કંપની લિ. ૧.૬૨%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૫%, ટાટા સ્ટીલ ૧.૪૮%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૪૧%, એનટીપીસી લી. ૧.૧૦%, મારુતિ સુઝુકી ૧.૦૮%, એચડીએફસી બેન્ક ૧.૦૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૧%, ઇન્ફોસિસ લી. ૦.૯૭%, કોટક બેન્ક ૦.૯૪% અને અને અદાણી પોર્ટ ૦.૯૩ ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો, ઐતિહાસિક તેજીના વર્ષમાં સેન્સેક્સે ૮૫૯૭૮.૨૫ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૨૬૪૦૨.૯૦ પોઈન્ટની સર્વોચ્ચ વિક્રમી નવી સપાટી બનાવ્યા સાથે સ્મોલ, મિડ કેપ સહિતમાં વિક્રમી તેજી સાથે વિદાય લઈ રહેલા કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં શેરોમાં રોકાણકારોને એકંદર સારૂ વળતર મળ્યું છે. અલબત વર્ષાંતના મહિનાઓમાં ઓવરવેલ્યુએશન અને વૈશ્વિક પરિબળો સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત વેચવાલીના પરિણામે આ ઊંચા મથાળેથી ઘટાડો નોંધાયો છે. હવે નવા વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
સ્થાનિક સ્તરે ફુગાવાની સ્થિતિ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ક્યારે શરૂઆત થશે અને કેન્દ્રિય બજેટમાં આવકવેરા સહિતમાં રાહત આપવામાં આવે છે કે કેપિટલ ગેઈન ટેક્ષમાં ફરી વૃદ્વિ કરવામાં આવશે એ પરિબળો પણ મહત્વના બની રહેશે. સાથે સાથે આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને..!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.