રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૪૭૨ સામે ૭૮૫૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૧૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૦.૩૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૪૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૭૦ સામે ૨૩૮૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૬૩૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૭૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજાર પણ વેકેશન મૂડમાં હોવાની સાથે ગત સપ્તાહોમાં મોટાપાયે કરેકશન બાદ કેલેન્ડર વર્ષના અંતિમ સપ્તાહમાં દરેક ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવા મળી રહી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે લોકલ ફંડો – સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી છતાં ગત સપ્તાહે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૦.૨૫% સાથે આગામી વર્ષ ૨૦૨૫માં માત્ર બે વખત વ્યાજ દર ઘટાડો કરવાના સંકેત અને ફુગાવા સાથે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ મામલે અનિશ્ચિતતા અને વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શનને લઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આજે બે તરફી મૂવમેન્ટ જોવા મળી હતી.
ઉપરાંત વૈશ્વિક બજારમાં યુએસના બોન્ડની યીલ્ડ વધતાં તેની અસર એશિયાની વિવિધ કરન્સી બજારો પર દેખાઈ હતી. રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં ડોલરનો આઉટફલો વધતાં તથા દેશની વેપાર ખાધ વધવા ઉપરાંત ફોરેક્સ રિઝર્વમાં ઘટાડાના પગલે રૂપિયામાં સતત ધોવાણ જોવા મળ્યું હતું. સાથે સાથે રશિયાથી થતી ક્રૂડની આયાત ઘટતાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, કોમોડિટીઝ, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, ઇન્ડસ્ટ્રીયલ, બેન્કેક્સ અને ફોકસ્ડ આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૨૯ અને વધનારની સંખ્યા ૧૬૩૯ રહી હતી, ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ ૫.૧૯%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૭%, મારુતિ સુઝુકી ૧.૪૯%, સન ફાર્મા ૧.૩૧%, ભારતી એરટેલ ૦.૯૭%, ટાટા મોટર્સ ૦.૬૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૩૦%, કોટક મહિન્દ્રા બેન્ક ૦.૨૬% અને એચસીએલ ટેકનોલોજી ૦.૨૪% વધ્યા હતા, જ્યારે ટાઈટન કંપની લિ. ૧.૦૫%, એશિયન પેઈન્ટ ૧.૦૦%, નેસલે ઈન્ડિયા ૦.૭૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૫૬%, ઝોમેટો લિ. ૦.૫૬%, ટેક મહિન્દ્ર ૦.૪૪%, લાર્સન એન્ડ ટૂબ્રો ૦.૩૯%, બજાજ ફિનસર્વ ૦.૩૪% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો, વર્ષ ૨૦૨૪ જીઓપોલિટીકલ ટેન્શન સહિતના પડકારોનું રહ્યા બાદ વર્ષ ૨૦૨૫માં પણ પરિસ્થિતિ અનિશ્ચિત જોવાઈ રહી છે. અમેરિકામાં સત્તાનું સુકાન હવે ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં આવવાની તૈયારી અને ટ્રમ્પ મજબૂત ડોલરની તરફેણમાં હોઈ એના ભાગરૂપ અત્યારે જાણે ભારતીય શેરબજારમાંથી વિદેશી ફંડો રોકાણ સતત પાછું ખેંચવા લાગ્યાના સંકેતે શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પની નીતિ અને એના પર વિદેશી ફંડોનું ભારત સહિતના બજારોમાં ફંડ એલોકેશન વર્ષ ૨૦૨૫માં કેટલું રહેશે એ નિર્ભર હોઈ અત્યારે વર્ષાંતે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
ટ્રમ્પ સરકારની નીતિ ચાઈના વિરૂધ્ધ અને ભારતની તરફેણમાં રહેવાની શકયતા જોવાઈ રહી છે, પરંતુ પાછલા દિવસોમાં ટ્રમ્પના નવા નીતિ ઘડવૈયાઓ દ્વારા ભારતને પણ નિકાસો પર વધુ આકરી ડયુટી ચૂકવવા તૈયાર રહેવાની ચીમકી સહિતના નેગેટીવ નિવેદનોએ શેરોમાં રોકાણકારોફંડો નવા કમિટમેન્ટ, ખરીદીથી દૂર થવા લાગ્યા છે ત્યારે વૈશ્વિક મોરચે વિદેશી ફંડોની ઓછી સક્રિયતાના પગલે બજારની ચાલ સ્ટોક સ્પેસિફિક જોવા શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.