Home વ્યાપાર જગત - BUSINESS નિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

5
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૧.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૨૨૩ સામે ૭૯૨૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૭૮૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૭૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૯૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૦૯૨ સામે ૨૪૧૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૬૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૭૨૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

રોકાણકારો હવે હોલિડે મૂડમાંથી બહાર આવતા તેની અસર માર્કેટ સેન્ટિમેન્ટ પર જોવા મળી રહી છે અને ભારતીય શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થયા બાદ આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે બીએસઈ સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ અંદાજીત ૧૨૦૦ પોઈન્ટ તેમજ નિફ્ટી ફ્યુચરમાં પણ ૩૫૦ પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. શેરબજારમાં મોટા કડાકાનું એક કારણ ચીનમાં નવા વાયરસની શરૂઆત પણ છે. ચીનમાં કોરનાની જેમ ચેપી HMPV વાયરસ ફેલાઈ રહ્યો છે. જેનો કેસ કર્ણાટક અને ગુજરાતમાંથી પણ મળ્યો છે. જેથી રોકાણકારો હાલ સાવચેતીનું વલણ અપનાવતાં જોવા મળી રહ્યા છે.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડ સતત તેજી સાથે આગેકૂચ કરી રહ્યા છે. જેની સામે રૂપિયો ૫ પૈસા તૂટી ૮૫.૮૪ની વધુ નવી રેકોર્ડ તળિયે ટ્રેડ થઈ રહ્યો છે. વિદેશી રોકાણકારો પણ જ્યાં સુધી ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડમાં તેજી સ્થિર નહીં થાય ત્યાં સુધી વેચવાલી નોંધાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૧૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટીલીટીઝ, પાવર, સર્વિસીસ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ, રિયલ્ટી અને એનર્જી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૪૭૪ અને વધનારની સંખ્યા ૬૫૬ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાઈટન કંપની લિ. ૦.૬૦%, એચસીએલ ટેકનોલોજી ૦.૨૬% અને સન ફાર્મા ૦.૦૧% વધ્યા હતા, જયારે ટાટા સ્ટીલ ૪.૪૧%, એનટીપીસી લી. ૩.૬૫%, કોટક બેન્ક ૩.૨૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૧૯%, ઝોમેટો લિ. ૨.૯૫%, અદાણી પોર્ટ ૨.૮૬%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૮૫%, એશિયન પેઈન્ટ્સ ૨.૮૩%, આઈટીસી લી. ૨.૭૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૬૫% અને મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૫૮% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ગત કેલેન્ડર વર્ષમાં અનેક કંપનીઓએ આઈપીઓ દ્વારા રેકોર્ડ ફંડ એકત્ર કરીને માર્કેટમાં પદાર્પણ કર્યું હતુ. નવા કેલેન્ડર વર્ષ માટે પણ રિલાયન્સ જિયો, એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા, એથર એનર્જી સહિતની અનેક કંપનીઓ ભંડોળ એકત્ર કરવા માર્કેટમાં ઉતરશે. જોકે એક અહેવાલ અનુસાર આ નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ૨૫ કંપનીઓનો પાઈપલાઈનમાં છે. રિપોર્ટ અનુસાર ૨૦૨૫માં ઓછામાં ઓછી ૨૫ ન્યૂ એજ કંપનીઓ લિસ્ટ થવાની ધારણા છે. જો આ તમામ કંપનીઓનું લિસ્ટિંગ થશે તો એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ આઈપીઓનો નવો રેકોર્ડ બનશે. આ અગાઉ ૨૦૨૪માં ૧૩ સ્ટાર્ટઅપ કંપનીઓએ શેરબજારમાં પદાર્પણ કર્યું હતું.

એથર એનર્જી, એરિસઈન્ફ્રા, અવાન્સે, એય ફાઈનાન્સ, બોટ, બ્લુસ્ટોન, કારદેખો, કેપ્ટન ફ્રેશ, દેવેક્સ, ઈકોમ એક્સપ્રેસ અને ફ્રેક્ટલ જેવી સ્ટાર્ટઅપ કંપનીઓના આઇઓપીઓ ૨૦૨૫માં આવવાની સંભાવના છે. આ સિવાય ઈન્ફ્રા.માર્કેટ, ઈનોવેટી, ઈન્ક્રેડ, ઈન્ડિક્યુબ, ઓફબિઝનેસ, ફિઝિક્સવાલા, પે-યુ, પાઈન પેલ, ઉલ્લુ ડિજિટલ, શેડોફેક્સ, સ્માર્ટવર્ક્સ, ઝેપફ્રેશ, ઝેપ્ટો અને ઝેટવેર્ક અન્ય સ્ટાર્ટઅપ કંપનીઓ જેઓની આઈપીઓ બહાર પાડવાની યોજના છે. ગત કેલેન્ડર વર્ષે ૨૦૨૪માં ૧૩ સ્ટાર્ટઅપ કંપનીઓએ આઈપીઓ થકી સામૂહિક રીતે રૂ. ૨૯૦૦૦ કરોડ એકત્ર કર્યા હતા, જેમાં સ્વિગી, ઓલા ઇલેક્ટ્રિક અને ફર્સ્ટક્રાય જેવી કંપનીઓને અદભૂત પ્રતિસાદ મળ્યો હતો.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field