રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૬.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૪૭૮.૯૩ સામે ૭૭૭૨૯.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૮૦૨.૦૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૦૦૬.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૯.૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૨૦૯.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૫૮૨.૫૦ સામે ૨૩૬૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૪૧૫.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૭.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૪૬૦.૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારનું ટ્રેડિંગ વેચવાલીએ સમાપ્ત થયું. શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા હતા.સેન્સેક્સ ૨૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૮૦૮ પોઈન્ટના ઓલટાઈમ હાઈ સ્તરે જઈ ૭૭૨૦૯ પોઈન્ટના ઘટાડે બંધ થયો છે,જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૪૬૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૬૦૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં થોડો વધારો નોંધાયો હતો જ્યારે નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ ઘટાળા સાથે બંધ થયો હતો. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સમાં પણ વધારો નોંધાયો હતો જ્યારે નિફ્ટીના અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા.
શેરબજારમાં સુધારા તરફી ખૂલ્યાં બાદ પ્રોફિટ બુકિંગ અને સ્ટોક સ્પેસિફિક તેજીની ચાલના પગલે સળંગ બીજા દિવસે શુષ્ક માહોલ સર્જાયો છે.જ્યારે સેન્સેક્સ નવી ઐતિહાસિક ટોચ નજીક પહોંચ્યા બાદ વેચવાલીનું પ્રેશર વધ્યું હતું. બેન્ક નિફ્ટી પણ રેકોર્ડ ટોચ નજીક પહોંચ્યા બાદ ઘટાડો જોવા મળીયો હતો. ફાઈનાન્સિયલ, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, રિયાલ્ટી સેગમેન્ટમાં પણ વેચવાલીનું પ્રેશર વધતાં ઈન્ડેક્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.આઈટી સેક્ટરના મોટાભાગના શેર્સમાં સુધારો જોવા મળ્યો છે. એલટીઆઈ માઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઈન્ફોસિસ અને ટીસીએસમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ટોપ ગેઇનર્સની યાદીમાં ઈન્ડીગો,રિલાયન્સ,હેવેલ્લ્સ ઇન્ડિયા ,અદાણી પોર્ટસ,ડીવીસ લેબ,ઈન્ફોસીસ,સન ટીવી,જીન્દાલ સ્ટીલ,કોટક બેન્ક,વિપ્રો,અપોલો ટાયર ના શેરનો સમાવેશ થાય છે,જ્યારે ટોપ લુઝર્સની યાદીમાં, શ્રીરામ ફાઇનાન્સ, સિપ્લા,વોલ્ટાસ,સન ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,એચડીએફસી લાઇફ, ડિવિઝ લેબ, મહિન્દ્રા, ટાઇટન, લાર્સન, એલટીઆઇ માઇન્ડટ્રી, કોચીન શિપયાર્ડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ,ગેઈલ ઈન્ડિયા, એનએમડીસી.,કોલ ઈન્ડિયા ગ્રાસીમ,ટોરેન્ટ ફાર્મા, એક્સિસ બેન્ક, આઇશર મોટર્સ, ટાટા કન્ઝ્યુમર ,બ્રિટાનિયાનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૮૬ અને વધનારની સંખ્યા ૧૭૮૪ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો,આગામી દિવસોમાં એનડીએ સરકારની ૧૦૦ દિવસની મહત્વની કામગીરી અને કેન્દ્રિય બજેટ પર ફોક્સ અને આર્થિક વિકાસને ઝડપી આગળ વધારવા માટેના પ્રોત્સાહક પગલાંઓ ઉપર ભારતીય શેરબજારની નજર રહેશે. ચાલુ વર્ષે વરસાદ સામાન્યથી સારી રહેવાની આગાહીએ ચોમાસું સફળ રહેવાના સંજોગોમાં કૃષિ ક્ષેત્રે મજબૂત વિકાસ થકી અન્ન ફુગાવાને અંકુશમાં રાખવામાં મદદ મળવાની અપેક્ષાએ આર્થિક વિકાસને વેગ મળી શકે છે.કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ૨૨જૂનના રોજ પ્રથમ બેઠક મળી રહી છે.૨૨ જૂનની બેઠક નવી દિલ્હી ખાતે મળી રહી છે.જૂનની બેઠક એ કાઉન્સિલની ૫૩મી બેઠક હશે અને તે નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં યોજાશે.બેઠકમાં જીએસટીના દરમાં વ્યવહારિકતા લાવવા, ફરજપાલનના પગલાં ઉપરાંત અન્ય સુધારા બાબત ચર્ચા થવાની શકયતા છે.૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૨૪ જૂનથી મળી રહ્યું છે,ત્યારે સત્ર પહેલા જ કાઉન્સિલની બેઠક મળી રહી છે તેમાં જે રાજ્યોમાં એનડીએની સરકાર નથી તે રાજ્યોના નાણાં પ્રધાન કેવું વલણ ધરાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.આમ, સાનુકૂળ / પ્રતિકૂળ પરિબળો વચ્ચે આગામી દિવસોમાં અર્થતંત્ર બુસ્ટર ડોઝ તરીકે એનડીએ સરકારના સર્વાંગી વિકાસ લક્ષી બજેટની અપેક્ષા રહેશે જે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દરેક પ્રત્યાઘાતી ઘટાડે નવી ખરીદી રોકાણકારોને આકર્ષિત કરી શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.