Home વ્યાપાર જગત - BUSINESS નિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

4
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૧૨.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૨૧૮ સામે ૭૯૩૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૮૭૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૭૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૭૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૦૪૧ પોઈન્ટ બંધ થયેલ...!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૦૧૮ સામે ૨૩૯૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૫૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૫૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૨૫ પોઈન્ટ બંધ થયેલ...!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહનો છેલ્લો દિવસ રોકાણકારો માટે શેરબજારમાં આજે બ્લેક ફ્રાઈડેનો માહોલ રહ્યો હતો.યર એન્ડિંગ વેકેશનનો માહોલ શરૂ થવાની સાથે એફઆઈઆઈની ગેરહાજરીના પગલે ભારતીય શેરબજારમાંથી રોકાણકારોએ આ અઠવાડિયામાં રૂ.૨૦ લાખ કરોડ ગુમાવ્યા છે.અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક કડાકાની અસર હવે ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે.ભારતીય શેરબજાર સેન્સેક્સમાં ૧૨૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ ૪૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જેના લીધે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું.જ્યારે બેન્ક નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ ૧૧૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. 

સાપ્તાહિક ધોરણે સળંગ ચાર દિવસ સુધી શેરબજારમાં ભારે ઉથલ-પાથલની સાથે સેન્સેક્સ ૪૦૯૧.૫૩પોઈન્ટ અને તેની ઓલટાઈમ હાઈ સપાટી સામે ૧૦%થી વધુ તૂટ્યો છે. સેન્સેક્સ ૧૧૭૬ પોઈન્ટના ઘટાળા સાથે ૭૮૦૪૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૯૩ પોઈન્ટના ઘટાળા સાથે ૨૩૬૨૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૯૭૯ પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૭૬૯ પોઈન્ટના સ્તરે બંધ થયો. પીએસયુ શેર્સમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. કેટલીક સરકારી કંપનીઓના શેર્સ આ સપ્તાહમાં ૧૨%થી વધુ તૂટ્યા છે.

ક્રિસમસ પૂર્વે  ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં વેચવાલી વધુ આક્રમક બની હતી. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૦.૨૫%નો  ઘટાડો કર્યા છતાં આગામી વર્ષ ૨૦૨૫માં માત્ર બે વખત વ્યાજ દર ઘટાડો કરવાના સંકેત અને ફુગાવા સાથે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ મામલે અનિશ્ચિતતાને લઈ વૈશ્વિક ફંડોએ સાવચેતીમાં તેજીનો મોટો વેપાર સતત હળવો કરતાં ગઈકાલે ડાઉ જોન્સમાં ૧૧૨૩ પોઈન્ટ અને નાસ્દાકમાં ૭૧૬ પોઈન્ટના કડાકા બાદ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે શેરોમાં નવા ગાબડાં પડયા હતા. આ સાથે વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન વધવા લાગી યુક્રેન દ્વારા રશીયાના જનરલની હત્યા બાદ રશીયાએ યુક્રેનના સેકડો સૈનિકોનો સંહાર કરતાં યુદ્વની સ્થિતિ વકરવાના એંધાણે પણ નવી તેજીથી દૂર શેરોમાં ઓફલોડિંગ વધતું જોવાયું હતું.

 આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં બાટા ઇન્ડિયા,ભારત ફોર્જ,ડો.રેડ્ડી,જેએસડબ્લ્યુ સ્ટીલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ, એસીસ,લાર્સેન,લ્યુપીન,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ફોસીસ,સન ફાર્મા,રિલાયન્સ,રામકો સિમેન્ટ્સ,એચસીએલ ટેકનોલોજી, અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,વોલ્ટાસ,બાટા ઇન્ડિયા,ગ્લેનમાર્ક ફાર્મા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૩૭ અને વધનારની સંખ્યા ૧૦૫૫ રહી હતી, ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ક્રિસમસ હોલીડેની તૈયારી વચ્ચે વૈશ્વિક પરિબળો નેગેટીવ રહેતાં ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુકાન સંભાળે એ પૂર્વે જ ચાઈના મામલે આકરાં  વલણના  સંકેત સાથે ભારત માટે પણ વેપાર સહિતમાં કેટલાક નેગેટીવ નિર્ણયો લેવાય એવી શકયતા સમીક્ષકો મૂકવા લાગતાં ફંડોએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.આ સાથે શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે. ચાઈનાના કન્ઝયુમર આંકડા નબળી વૃદ્વિની આવ્યા જેના કારણે શેરબજાર તેની રાહ જોઈ રહ્યું છે અને અત્યારે મોટું રોકાણ આવી રહ્યું નથી. બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં વી આઈએક્ષમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. સીરિયા મામલે ટેન્શન સાથે અમેરિકામાં બાઈડન સત્તા છોડતા પહેલા યુક્રેનને મિસાઈલ અને અન્ય જોખમી શસ્ત્રોનો રશીયા સામે ઉપયોગ કરવા પરવાનગી આપી જઈ યુક્રેન-રશીયા યુદ્વને લાંબો સમય ચાલુ રહેવાનો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પ પર છોડી જઈ વિશ્વની યુદ્વની સ્થિતિ કાયમ રહે એવા પ્રયાસોની નેગેટીવ અસર વૈશ્વિક બજારો પર જોવાઈ છે.હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field