રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૬.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૪૫૬.૫૯ સામે ૭૬૬૭૯.૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૫૩૩.૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૧૬.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૧૪૯.૯૮ ઉછાળા સાથે ૭૬૬૦૬.૫૭ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૩૦૯.૮૦ સામે ૨૩૩૨૧.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૩૦૩.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૦.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૩૬૦.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શેરબજારનો કારોબાર બુધવારે તેજી સાથે સમાપ્ત થયો હતો. શેરબજાર ફરી આકર્ષક ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. બીએસઈ માર્કેટ કેપ નવી સર્વોચ્ચ ટોચે નોંધાયું છે.સેન્સેક્સ ૫૫૦ પોઈન્ટ ઉછળીને ૭૭૦૫૦ના સ્તરે અને નિફ્ટી ફ્યુચર ૧૬૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૪૭૪ ઐતિહાસિક સપાટી નોંધાવી છે. માર્કેટ કેપ ૪૩૦.૨૪ લાખ કરોડ થયુ છે. સેન્સેક્સ તેની ઓલટાઈમ હાઈ ૭૭૦૭૯ની સપાટી નજીક પહોંચ્યો છે. બુધવારે, શેરબજારના અસ્થિર ટ્રેડિંગ સમયગાળા દરમિયાન, નિફ્ટી ઓટો અને નિફ્ટી એફએમસીજી સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા જ્યારે અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી મિડ કેપ ૧૦૦, બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સમાં એક ટકાથી વધુનો વધારો નોંધાયો છે.સ્મોલકેપ શેરોમાં તેજીના પગલે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૫૦૨૨૩.૧૫ ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો.
રોકાણકારો યુએસ ફેડ પોલિસીની જાહેરાત અને અમેરિકી ફુગાવાના આંકડાઓ પર ફોકસ રાખી રહ્યા હોવાનું માર્કેટ જણાઈ રહયું. રોકાણકારોને અપેક્ષા છે કે, વર્ષના અંત સુધી ફેડ રિઝર્વ વ્યાજદરોમાં ઘટાડાની શરૂઆત કરી શકે છે. સ્થાનિક સ્તરે પણ ફુગાવાના ડેટા આજે જારી થવાના છે. મેમાં રિટેલ ફુગાવો ૪.૮% ના સ્તરે સ્થિર રહી શકે છે.કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં રૂપિયો ગબડી નવા તળિયે ઉતરી ગયો હતો. શેરબજારમાં પીછેહટ તથા વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેસમાં આગેકૂચ વચ્ચે રૂપિયા પર નેગેટીવ અસર દેખાઈ હતી.
શેરબજારના ટોપ ગેનર્સની યાદીમાં એચડીએફસી એએમસી ૫.૦૮% ઉછાળા સાથે,લાર્સેન,સિપ્લા,ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ,ગ્રાસીમ,હેવેલ્લ્સ,કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ, આઈશર મોટર્સ, એસબીઆઈ લાઈફ, ટેક મહિન્દ્રા, શ્રીરામ ફાઈનાન્સ, ટીટાગઢ રેલ, એનએમડીસી લિમિટેડ, ગાર્ડન રીચ શિપ બિલ્ડર, કોલ ઈન્ડિયા, ગેઈલ ઈન્ડિયા, ભારત ઈલેક્ટ્રોનિક્સ, રેલટેલ કોર્પોરેશન, ટેક્સ મેકો રેલ, એનટીપીસી, આરઆઈટીઈએસ.,રેલ વિકાસ નિગમ અને બજાજ ફાઈનાન્સના શેરનો સમાવેશ થાય છે, દિવસના કામકાજ દરમિયાન શેરબજાર રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યું હતું, ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, બજાજ ઓટો, સિપ્લા, ટાટા સ્ટીલ અને હીરો મોટોકોર્પના શેર ૫૨ સપ્તાહની ટોચે કામ કરી રહ્યા છે.જ્યારે ટોપ લુઝર કેટેગરીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,ઈન્ડીગો,બાટા ઇન્ડિયા,બ્રિટાનિયા, એચયુએલ, ટાટા કન્ઝ્યુમર, ટાઇટન, મઝગાંવ ડોક અને ભારત ડાયનેમિક,ઇન્ફોસિસ અને અદાણી પોર્ટ્સના શેર સામેલ હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૯૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૬ અને વધનારની સંખ્યા ૨૫૫૪ રહી હતી, ૧૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકામાં ફેડરલ રિઝર્વની બે દિવસીય મિટિંગ મંગળવારે શરૂ થઈ છે તથા બુધવારે આ મિટિંગની પુર્ણાહુતી પછી ફેડરલ રિઝર્વના ટોચના અધિકારીઓ અમેરિકામાં ફુગાવા વિશે તથા વ્યાજના દરમાં ઘટાડા વિશે કેવા સંકેતો આપે છે તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી. અમેરિકામાં કન્ઝયુમર ઈન્ફલેશનના આંકડા પણ બુધવારે આવવાના છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધતાં અટકી ઘટાડા પર રહેતાં તેના પગલે રૂપિયામાં બપોર પછી વધુ ઘટાડો અટક્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી.લોકસભા ચૂંટણી પરિણામો દરમિયાન ૪ જૂને ભારતીય શેરબજારમાં મોટા કડાકા સાથે રોકાણકારોની મૂડી એક જ દિવસમાં ૩૧ લાખ કરોડ ધોવાઈ હતી. જેની ભરપાઈ થતાં પાંચ ટ્રેડિંગ સેશન લાગ્યા છે. પાંચ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની મૂડી ૩૨ લાખ કરોડ વધી છે. આજે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. કેન્દ્રમાં ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તારૂઢ થઈ જતાં અને આર્થિક વિકાસ આગળ વધવાની અપેક્ષા અને મોદી ૩.૦ના મેગા મંત્રી મંડળની રચના સાથે કેબિનેટના પ્રમુખ મંત્રાલયોની ફાળવણી મહદ અંશે જાળવી રાખ્યા પૂર્વે આરંભિક કામકાજમાં જ બજારે નવો ઈતિહાસ રચ્યો હતો.જેથી આગામી સપ્તાહમાં અણધાર્યા કોઈ પરિબળોની ગેરહાજરીમાં સેન્સેક્સ અને નીફ્ટીમાં વોલેટિલિટી જોવા મળી શકે છે. જેથી હવે આગામી દિવસોમાં માર્કેટમાં કોન્સોલિડેશન તબક્કામાં પ્રવેશતુ જોવાઈ શકે છે. ચૂંટણી પરિણામ અને ત્યાર બાદ હવે ચોમાસાના પોઝિટીવ પરિબળો પર બજારની નઝર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.