Home દેશ - NATIONAL નિફટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

50
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૧૧.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૫૭૮ સામે ૭૭૭૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૮૦૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૯૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૧૫૫ પોઈન્ટ બંધ થયેલ...!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૫૩૪ સામે ૨૩૪૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૨૭૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૨૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૩૪૮ પોઈન્ટ બંધ થયેલ...!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં ગુરુવારે મંદી જોવા મળી હતી.શેરબજારમાં એફઆઈઆઈની વેચવાલી અને વૈશ્વિક પડકારો વચ્ચે મંદીનું જોર યથાવત છે.શેરબજારમાં સતત મંદીનું જોર વધી રહ્યું છે.શેરબજારમાં મોટા કડાકા પાછળનું કારણ એફપીઆઈ અને એફઆઈઆઈ દ્વારા થઈ રહેલી વેચવાલી છે. સેન્સેક્સ ૨૪૧ પોઈન્ટના ઘટાળા સાથે ૭૭૩૩૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૭ પોઈન્ટના ઘટાળા સાથે ૨૩૫૧૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૪૦૮ પોઈન્ટના સ્તરે બંધ થયો.

ભારતીય શેરમાર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાથી વિદેશી રોકાણકારો દ્વારા સતત ભારે વેચવાલી જોવા મળી રહી છે. બજારમાં ચોતરફી વેચવાલીમાં જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરોમાં પણ ભારે ભૂકંપ આવ્યો છે. સરકારી કંપનીઓના શેરમાં ભારે વેચવાલીને કારણે દેશની લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં સરકારી સાહસોનો હિસ્સો ૧૧ મહિનાના સૌથી નીચલા સ્તરે આવી ગયો છે. મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે ઘટાડે શોર્ટ કવરિંગ કર્યું હતું. એફએમસીજી શેરોમાં આજે ફ્રન્ટલાઈન શેરોમાં પસંદગીની ખરીદી સામે અન્ય અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ આજે ફંડોની પસંદગીન ખરીદી રહી હતી.ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેચવાલી જોવા મળી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. વૈશ્વિક બજારોમાં ઘટાળો થયો હતો.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસલેબ,ઈન્ડીગો,ટીસીએસ,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,લ્યુપીન,સન ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,હેવેલ્લ્સ,ગ્રાસીમ,ટોરેન્ટ ફાર્મા,ટેક મહિન્દ્રા,જીન્દાલ સ્ટીલ જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં લાર્સેન,ઓબેરોઈ રીયાલીટી,ઓરબિંદો ફાર્મા,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,વોલ્ટાસ,રિલાયન્સ,ભારતી ઐરટેલ,એચડીએફસી બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.અદાણી ગ્રૂપની તમામ ૧૦ લિસ્ટેડ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો.અદાણી એન્ટર.૨૨%,એસીસી લીમીટેડ ૦૮%,અદાણી પોર્ટ્સમાં પણ ૧૪%,અંબુજા સિમેન્ટમાં ૧૨% અને અદાણી પાવરમાં ૧૦% નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૩૬ અને વધનારની સંખ્યા ૧૨૩૭ રહી હતી, ૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૭૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં કંપનીઓની નબળી કામગીરી માત્ર ભારત પૂરતી જ મર્યાદિત નહીં રહીને જાપાન સિવાયના એશિયાના મોટાભાગના દેશોમાં જોવા મળી છે. વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં જાપાનને બાદ કરતા એશિયાના મોટાભાગના દેશોની કંપનીઓની આવક વૃદ્ધિ નબળી જોવા મળી છે.કંપનીઓના પરિણામો અપેક્ષા કરતા નબળા રહ્યા છે. 

ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના કારણે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ઘટી ૬.૫% રહેવાની શક્યતા છે. સ્થાનિક રેટિંગ એજન્સી ઈકરાએ નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ ના બીજા છ માસમાં આર્થિક ગતિવિધિઓ વેગવાન બનવાના આશાવાદ વચ્ચે નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ ૭% રહેવાનો અંદાજ જાળવી રાખ્યો છે. ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે. આરબીઆઈ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે જીડીપી ગ્રોથ ૭.૨% રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.જે ૨૦૨૩ – ૨૪ ના ૮.૨% ના અંદાજ સામે ઓછો છે. જેની પાછળનું કારણ શહેરી માગમાં ઘટાડો અને વધુ પડતો વરસાદ છે.બીજા ત્રિમાસિકના જીડીપી આંકડા ૩૦ નવેમ્બરે જાહેર થશે. પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ૬.૭% નોંધાયો હતો. જો કે, અતિ ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના કારણે બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ઘટ્યો છે. સરકારી ખર્ચ અને ખરીફ પાકની વાવણી પ્રત્યે સકારાત્મક વલણો છે. પરંતુ માઈનિંગ અને વીજ ક્ષેત્રે મંદી જોવા મળી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field