રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૩૧૧ સામે ૭૪૮૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૪૩૮૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૫૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૪૫૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૮૨૨ સામે ૨૨૬૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૫૭૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૬૧૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે શેરબજારની સાપ્તાહિક શરુઆત નબળી રહી છે. સેન્સેક્સ ૫૦૦ પોઇન્ટથી વધુ ઘટાડે ખૂલ્યા બાદ ૯૦૦ પોઇન્ટ તૂટ્યો હતો. નિફ્ટી ફ્યુચર પણ ૨૨૬૦૦નું લેવલ તોડી ૨૨૫૭૨ થયો હતો. રોકાણકારોએ વધુ રૂ.૪.૦૯ લાખ કરોડ ગુમાવ્યા છે.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે વિશ્વ પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કર્યાં બાદ ભારત વિરુદ્ધ આકરા પગલાં લેવાની ધમકી આપી રહ્યા છે. ફાર્મા કંપનીઓ પર પણ ઊંચા ટેરિફનો બોજો લાદવાની કાર્યવાહીના કારણે ભારતીય શેરબજાર નિરાશ થયા છે. જો કે, ટેરિફની ધમકીની કયા સેક્ટર અને કયા દેશો પર અસર થવાની છે તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી. જેથી રોકાણકારો સાવચેત બન્યા છે.બીજી તરફ વિદેશી રોકાણકારો ટ્રેડવોર અને ટ્રમ્પની ગતિવિધિઓના પગલે સતત વેચવાલી નોંધાવી રહ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી એફઆઇઆઇએ એક લાખ કરોડ સુધીની વેચવાલી નોંધાવી છે. ગત શુક્રવારે વધુ ૩૪૪૯.૧૫ કરોડનું રોકાણ પાછું ખેંચ્યુ હતું.
અમેરિકાની આર્થિક ગિતિવિધિઓ અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ નબળા પડ્યા છે. જેના પગલે અમેરિકન શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો. ટ્રમ્પની ટ્રેડ વોર નીતિના કારણે ફુગાવો વધવાની દહેશત વધી છે. ગ્રાહક માગ પણ નબળી પડી છે.
ટેક્નિકલી માર્કેટ ઓવરવેલ્યૂડ ભારતીય શેરબજાર છેલ્લા ત્રણ વર્ષથી મજબૂત ગ્રોથ સાથે તેજીમાં રહ્યા છે. જેથી માર્કેટમાં મોટું કરેક્શન અનિવાર્ય હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે. કોવિડ મહામારી બાદ ૨૦૨૫માં સેન્સેક્સ અને નિફ્ટી મોટા કડાકા સાથે તૂટ્યા છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૦૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૧૧ અને વધનારની સંખ્યા ૧૨૦૭ રહી હતી, ૧૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બાટા ઇન્ડિયા ૨.૯૧%,ગ્લેનમાર્ક ફાર્મા ૨.૨૬%,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૪૬%,ઇપ્કા લેબ ૦.૯૪%,વોલ્ટાસ ૦.૭૨%,ઈન્ડીગો ૦.૫૨%,કોટક મહિન્દ્રા બેન્ક ૦.૪૫% વધ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી ૩.૨૪%,ઈન્ફોસીસ ૨.૭૭%,ટીસીએસ ૨.૭૦%,ભારતી ઐરટેલ ૨.૧૨%,ટેક મહિન્દ્રા ૧.૯૭%,જીન્દાલ સ્ટીલ ૧.૮૬%,લાર્સેન ૧.૫૭%,એસીસી ૧.૪૨%,ગ્રાસીમ ૧.૩૭% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેર બજારોમાં પાછલા દિવસોમાં જોવાયેલા મોટા ઘટાડાના દોરમાં હજુ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) શેરોમાં સતત વેચી રહ્યા છે. જેના કારણે સેન્સેક્સ, નિફટીમાં ઘટાડો આગળ વધી મહત્વના લેવલ ગુમાવી રહ્યા છે. નિફટીએ ૨૨૬૦૦નું મહત્વનું લેવલ ગુમાવ્યું છે. સેન્સેક્સ પણ ૭૪૦૦૦ની સપાટી ગુમાવવાની તૈયારીમાં છે. જે જોતાં હજુ પરિસ્થિતિ અનિશ્ચિતતા સાથે જોખમી જોવાઈ રહી છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં ધોવાણ અટક્યા બાદ સાવચેતીમાં ફરી વેચવાલી જોવાઈ રહી હોઈ નવી ખરીદીમાં ઉતાવળ કરવી હાલ તુરત હિતાવહ નથી.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ફફડાટ અને યુક્રેન મામલે રશીયા સાથે દોસ્તીના ખેલાતાં દાવ અને યુરોપને ભીંસમાં મૂકતી રણનીતિ સામે બીજી તરફ ચાઈના મામલે કુણું વલણ અપનાવી ટ્રેડ ડિલ શક્ય હોવાના નિવેદનો કરતાં રહી અત્યારે વિશ્વને અનિશ્ચિતતામાં રાખી વૈશ્વિક બજારોમાં પણ સતત અસ્થિરતા કાયમ રાખી છે.ટ્રમ્પના ટ્રેડ વોર વચ્ચે હવે અન્ય દેશોની સાથે ભારત પણ માથું ઉંચકવા લાગી જેવા સાથે તેવાની નીતિમાં સ્ટીલ, મેટલ ઉત્પાદકો તેમને આયાત ડયુટી વધારીને રક્ષણ આપવા સરકાર સમક્ષ દબાણ કરવા લાગ્યા છે. ટ્રમ્પની ૨૫% ટેરિફ લાદવાના નિર્ણયે ફાર્મા, ઓટો ઉદ્યોગને ફફડાટમાં લાવી મૂક્યો છે, ભારતે ઈલેક્ટ્રિક વાહનોની આયાત પર ડયુટીમાં વધુ ઘટાડો કરવા મજબૂર બનવું પડે એવા સંકેતે વૈશ્વિક વેપાર સમીકરણો ઝડપી બદલાતાં જોવાઈ રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.