Home દેશ - NATIONAL નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી

15
0

(જી.એન.એસ),તા.૦૧

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. ટ્રિપલ તલાકને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યો છે. 9 થી 14 વર્ષની સંસદમાં મહિલાઓને અનામત આપવા માટે કાયદો લાવવામાં આવ્યો છે. મોદી સરકારનું વચગાળાનું બજેટ રજુ કરી રહ્યા છે. નાણાંપ્રધાને કહ્યું કે સરકાર શાસન, વિકાસ અને કામગીરી પર ધ્યાન આપી રહી છે. મોદી સરકાર સિટીઝન ફર્સ્ટ પર ધ્યાન આપી રહી છે. મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવામાં આવી છે. દેશની અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે. દેશના લોકો સારી કમાણી કરી રહ્યા છે. યોજનાઓ સમયસર લાગુ કરવામાં આવી રહી છે. તેમણે બજેટ ભાષણની શરુઆતમાં જણાવ્યુ કે, સરકાર સૌનો સાથ સૌના વિકાસ પર કામ કરી રહી છે.ઘર, પાણી, વીજળી પહોંચાડવામાં આવી રહી છે. દેશમાં દરેક વર્ગનો વિકાસ થઇ રહ્યો છે. લોકોને સશક્ત બનાવવા માટે કામ થઇ રહ્યુ છે. 

ગ્રામીણ વિકાસ માટે ઝડપથી યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે.ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોની આવક વધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે.  2 કરોડથી વધારીને 3 કરોડ લખપતિ દીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. સ્વનિર્ભરતા લખપતિ દીદીમાંથી આવી છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. નાણામંત્રી સીતારમણે કહ્યું કે મોદી સરકારે 70 ટકા મહિલાઓને ઘર આપવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે અમારું ધ્યાન તમામ ગરીબોને શક્ય તેટલી વહેલી તકે પોતાનું ઘર આપવાનું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરોજગારીની મહત્તમ તકોને લઈને વચગાળાના બજેટમાં જાહેરાત કરાઈ
Next articleસ્ટાર્ટ અપ ઈન્ડિયા પ્રોગ્રામમાં ટેક્સને લઈને વચગાળાના બજેટમાં જાહેરાત કરી