(જી.એન.એસ., પ્રશાંત દયાળ) તા.10
આજે વિધાનસભાનું સત્ર હતું તે જોવા માટે ગુજરાતના એક નાનકડા ગામડામાંથી એક સ્કુલના બાળકોને વિધાનસભા જોવા લાવવામાં આવ્યા હતા, વિધાનસભા જોયા પછી તેમના શિક્ષક બાળકોને કેન્ટીનમા જમવા માટે લઇ આવ્યા હતા, બાળકો પ્રેમથી જમી રહ્યા હતા તેમના ચહેરા ઉપર એક પ્રકારની નિર્દોષતા હતી આ બાળકોને જમતા જોઇ લાગ્યુ કે આપણા નેતાઓને દેશની સમસ્યા સમજાતી નથી.
રોટી કપડા ઔર મકાન. આ છે ભારત સહિત કોઇ પણ દેશનનાા નાગરિકોની મૂળભૂત સમસ્યા અને માંગણી. બે ટંકના રોટલા માટે દિનભર અને જીવનભર ભાગદોડ કરનાર ગરીબ, રોજમદાર કે ગ્રામિણ કે શહેરી લોકો માટે નાગરિક્તા કાયદો એટલે શું…? એવો એક સવાલ રહે તે સ્વાભાવિક છે.
ગુજરાત વિધાનસભામાં આજે કેન્દ્રના સંશોધિત નાગરિક્તા કાયદા(સીએએ)ના ટેકામાં સરકારી પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. એક દિવસિય સત્ર છતાં શાળાના એ માસુમ બાળકો કે જેમને નાગરિકતા કાયદો કે વિધાનસભા એટલે શું તેની સાદી સમજ પણ નથી તેવા બાળકોને લાવવામાં આવ્યા હતા. શિયાળાની ભૂખ કેવી લાગે…? વિધાનસભા કેન્ટીનમાં તસ્વીરમાં દેખાય છે એ બાળક સદનની અંદર થતી નાગરિકતા કાયદાને લીધે દલીલોને બદલે પોતાની જઠરાગ્નિ શાંત કરવાની ચિંતા એવી હતી કે તે આસપાસનું બધુ ભૂલીને ખાવામાં જ મશગૂલ જોવા મળ્યો હતો…!
માનવીની મૂળભૂત સમસ્યા પેટનો ખાડો પૂરવો.. સંતોષાઇ જાય તો ભયો ભયો…! નાગરિક્તા કાયદા માટે સામ -સામે લડનારા રાજકિય પક્ષો માસુમ બાળકની તસ્વીર જોઇને સમજવાનો પ્રયાસ કરે કે પેટના ખાડા આગળ સૌ બેકાર છે. આ માસુમ બાળકનું ભોજન રાજકિય પક્ષો અને સરકારોને જાણે કે સંદેશો છે કે નાગરિક્તા…નાગરિક્તા…શું કરો છો? બે ટંકના રોટલાની વ્યવસ્થા કરો ને…!
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.