(S.yuLk.yuMk)ન્યુ દિલ્હી ,íkk.29
ગઈ કાલે રાતે નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ હતી. જેમાં માંડુવાડીહ અેકસપ્રેસ ટ્રેનના છ કોચ પાટા પરથી ઊતરી જતાં મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. રેલેવે વિભાગે આ દુર્ઘટના કેમ થઈ ? તે અંગે તપાસ કરવા આદેશ આપ્યા છે.
આ ટ્રેન ગઈ કાલે રાતે ૧૦-૩૫ કલાકે પ્લેટફોર્મ નંબર ૧૩ પરથી પસાર થઈ હતી ત્યારે તેમાંથી એકાએક જોરદાર અવાજ આવ્યો હતો. અને ટ્રેનના છ કોચ પાટા પરથી ઊતરી ગયા હતા. જેના કારણે ટ્રેન અચાનક રોકાઈ જતાં એક તરફ વળી ગઈ હતી. જેના કારણે ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. મુસાફરોએ તપાસ કરતાં જોવા મળ્યું હતું કે ટ્રેનનો એસી કોચ, એક એસએલઆર કોચ, ત્રણ જનરલ કોચ અને અેક ઈન્સ્પેકશન કોચ પાટા પરથી નીચે ઊતરી ગયા હતા.
જોકે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.બાદમાં રેલવેના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને અકસ્માતનંુ કારણ જાણવા પ્રયાસો શરૂ કર્યા હતા.
જોકે આ દરમિયાન ટ્રેનમાં રહેલા મુસાફરોને અન્ય ટ્રેનમાં રવાના કરાયા હતા.આ દુર્ઘટનાથી થોડો સમય આ લાઈન પરના રેલવે વ્યવહાર પર અસર થઈ હતી. અને કેટલીક ટ્રેનના રૂટ બદલવામા આવ્યા હતા. જ્યારે અમુક ટ્રેન મોડી પડી હતી.
આવી દુર્ઘટના પહેલીવાર બની છે તેવું નથી. સપ્ટેમ્બરમાં પણ નવી દિલ્હીના રેલવે સ્ટેશન નજીક રાંચી રાજધાનીના કોચ પાટા પરથી ઊતરી ગયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.