Home ગુજરાત નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં મહિલા સંમેલન યોજાયું

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં મહિલા સંમેલન યોજાયું

42
0

નવસારી આર્ય સમાજ અને પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાચીન કાળમાં પ્રાકૃતિક ખેતી થકી જ અનાજ પાકતુ હતું, પણ કૃષિ ક્રાંતિ બાદ રાસાયણિક ખાતારથી અસાધ્ય રોગ વધ્યા હોવાના ઉદાહરણો આપી ફરી પ્રાકૃતિક ખેતી તરફ વાળવા મહિલા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આર્ય સમાજ નવસારી દ્વારા મહર્ષિ દયાનંદ ગૌશાળા અને પાંજરાપોળનું ભૂમિપૂજન સાથે જ અનેકવિધ કાર્યક્રમો ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટીના સંગાથે યોજાયા હતા. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ રાજ્યના આદિજાતિ અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા સંમેલનમાં નવસારીની પ્રગતિશીલ ખેડૂત મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ આયલરી સમાજની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં હોય, એની પુસ્તિકાનું પણ રાજ્યપાલના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતું. મહર્ષિ દયાનંદ ગૌશાળા અને પાંજરાપોળનું ભૂમિપૂજન અને તેની તક્તિનું રાજ્યપાલે અનાવરણ કર્યુ હતું. સમગ્ર મુદ્દે રાજ્યપાલે મહર્ષિ દયાનંદની સમાજ સેવા અને સમાજમાં મહિલાઓના ઉત્થાન માટે લાવેલ શૈક્ષણિક ક્રાંતિની વાત કરી હતી. સાથે જ પ્રકૃતિના જતન વિશેના ઉદાહરણ આપી મહિલાઓ ખેતીમાં પ્રાકૃતિક ખેતીને અપનાવી જમીનની ફળદ્રુપતા વધારવા સાથે ઉત્પાદકતા પણ વધારવામાં મદદરૂપ થાય એવા પ્રયાસો કરવા હાંકલ કરી હતી. રાજ્યપાલે ગ્લોબલ વોર્મિંગમાં રાસાયણિક ખાતર ૨૪ ટકા ભાગ ભજવતું હોવાનું નીતિ આયોગનો રિપોર્ટ હોવાનું જણાવી, માણસે પર્યાવરણ બગાડ્યું છે, જેને માણસ જ સુધારી શકેની વાત સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાના ફાયદા ગણાવ્યાં હતા. રાજ્યપાલની પ્રાકૃતિક ખેતી અપનાવવાની હાંકલને ઉપસ્થિત મહિલાઓએ વધાવી લીધી હતી અને ગુજરાતને પ્રાકૃતિક ખેતી કરતું રાજ્ય બનાવવામાં સહયોગ આપવાની તૈયારી પણ દર્શાવી હતી. આ સાથે જ આદિજાતિ પ્રધાન નરેશ પટેલે આદિવાસીઓ પ્રકૃતિનું જતન કરતા હોવાની વાત સાથે સરકાર પણ પ્રાકૃતિક ખેતી માટે જરૂરી મદદ કરતી હોવાની વાત કરી, ફરી કુદરત તરફ વળવા અપીલ કરી હતી.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીના વિદ્યાર્થીઓએ ૯મી આંતરરાષ્ટ્રીય બી-પ્લાન ચેમ્પિયનશિપમાં દ્વિતીય સ્થાન મેળવ્યું
Next articleભારત-પાકિસ્તાન મેચની ખાસ ટિકિટ વ્યવસ્થા કરાઈ