5 વિદ્યાર્થીઓનું પરિણામ રદ્દ અને 225 વિદ્યાર્થી દોષમૂક્ત
(જી.એન.એસ) તા. 17
ગાંધીનગર,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ. આ બોર્ડની પરીક્ષામાં અલગ અલગ પ્રકારની ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. ત્યારે રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોપીકેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે, તો કેટલાક વિદ્યાર્થીઓને દોષમૂક્ત કરી દેવામાં આવ્યા છે અને ગંભીર ગુનામાં ઝડપાયેલા વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરી દેવામાં આવ્યું છે.
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સામે બોર્ડ દ્વારા હાથ ધરાયેલી સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જણાવી દઈએ કે ધોરણ 10ની પરીક્ષામાં 538 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા, જેમાંથી 203 વિદ્યાર્થીઓને CCTV ચકાસણીના આધારે દોષમૂક્ત કરી દેવામાં આવ્યા છે. આ સિવાય 204 વિદ્યાર્થીઓને જે તે વિષય બાકાત રાખી પૂરક પરીક્ષાને પાત્ર ઠેરવાયા છે. જયારે 3 વિદ્યાર્થીઓ એવા છે જે જેમનું સમગ્ર પરિણામ રદ કરી દેવામાં આવ્યું છે. જો કે 5 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ મોબાઈલ લઈને પરીક્ષામાં બેઠા હતા અથવા ડમી ઉમેદવાર બેસાડ્યા હતા, તેઓ બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 238 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા, જેમાંથી CCTVના આધારે 22 વિદ્યાર્થીઓને દોષમૂક્ત કરાયા છે. આ સિવાય 209 વિદ્યાર્થીને બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાને પાત્ર ઠેરવાયા છે. ત્યારે ધોરણ 12માં ગેરરીતિ કરનાર 2 વિદ્યાર્થીનું સમગ્ર પરિણામ રદ કરી દેવામાં આવ્યું છે. ગંભીર ગુનામાં 6 વિદ્યાર્થીઓ બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. જો વાત કરીએ સાયન્સ પ્રવાહની તો ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં 19 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા, જેમાંથી 1 વિદ્યાર્થીને CCTVના આધારે દોષમૂક્ત કરાયો છે. આ સિવાય 12 વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાને પાત્ર ઠેરવાયા છે અને 4 વિદ્યાર્થીનું સમગ્ર પરિણામ રદ કરી દેવામાં આવ્યું છે. ગંભીર ગુનામાં 3 વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપવાની સજા આપવામાં આવી છે.
આ અંગે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉપાધ્યક્ષ ડી.એસ પટેલે જણાવ્યું કે ધોરણ 10માં બોર્ડની પરિક્ષામાં 538 વિધાર્થીઓ ગેરરીતી કરતા ઝડપાયા હતા. જેમાંથી 203 વિધાર્થીઓને સીસીટીવી ચકાસણીના આધારે દોષમુક્ત કરાયા, જયારે 204 વિધાર્થીઓને જે તે વિષય બાકાત રાખી પૂરક પરીક્ષાને પાત્ર ઠેરવ્યા છે. સમગ્ર પરિણામ રદ કર્યું હોય તેવા 3 વિધાર્થીઓ છે. મોબાઈલ અને ડમી ઉમેદવાર બેસાડ્યા હોય તેવા 5 વિદ્યાર્થી છે, જે ગંભીર ગુનામાં આગામી બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. વધુમાં તેમણે જણાવ્યું કે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 238 વિધાર્થીઓ ગેરીરીતીમાં પકડાયા, જેમાં સીસીટીવીના આધારે 22 વિધાર્થીઓને દોષમુક્ત કરાયા, બોર્ડ દ્વારા પુરક પરિક્ષાને પાત્ર હોય તેવા 209 વિધાર્થીઓ, સમગ્ર પરિણામ રદ કરાયું હોય તેવા 2 વિદ્યાર્થીઓ, જયારે ગંભીર ગુનામાં બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે તેવા 6 વિધાર્થીઓ છે.
ડી.એસ પટેલે કહ્યું કે બોર્ડની ધોરણ 12 સાયન્સ પરીક્ષામાં 19 વિધાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા, જે પૈકી 1 વિદ્યાર્થીને સીસીટીવીના આધારે દોષમુકત કરાયો છે, જયારે પૂરક પરિક્ષા પાત્ર 12 વિધાર્થીઓ, સમગ્ર પરિણામ રદ કરાયું હોય તેવા 4 વિદ્યાર્થીઓ અને ગંભીર ગુનામાં પકડાયેલા 3 વિધાર્થીઓ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.