Home ગુજરાત ઉત્તર ગુજરાત ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિત સુવિધાઓનું લોકાર્પણ...

ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિત સુવિધાઓનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

60
0

કચ્છના સફેદ રણ ધોરડો ખાતે ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન જી-૨૦ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકના બીજા દિવસે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ તેમજ એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયા હુસેન પાસેથી રણોત્સવની શરૂઆતથી માંડીને અત્યારસુધી સફરની વિગતવાર જાણકારી મેળવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૮મા રણોત્સવમાં આપેલા સંબોધનને પણ કોન્ફરન્સ હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેટ વે ટુ રણ રિસોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

ગેટ વે ટુ રણ રિસોર્ટમાં નવનિર્મિત અદ્યતન કોન્ફરન્સ હોલ ધોરડો ખાતેના વિવિધ આયોજનો સમયે મહત્વનો બની રહેશે. ગેટ વે ટુ રણ રિસોર્ટમાં ધોરડો રણોત્સવ કમિટી વર્ષ ૨૦૨૨-૨૩ દ્વારા કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિત એપ્રોચ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રિસોર્ટનું સંચાલન ધોરડો‌ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, ગુજરાત ટુરિઝમના એમડી આલોક પાંડે, જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા તેમજ અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રી 11 ગોળ વણકર સમાજ પ્રેરિત શ્રી દીપરા બાવીસી ગોળ વણકર સમાજ દ્વારા વિસનગર ખાતે પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન
Next articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ધોરડોમાં G-20 અંતર્ગત ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક યોજાઈ