Home ગુજરાત ધારાસભ્ય પ્રવીણ માળીએ ડીસાને આ વચન આપ્યું, ને શહેરીજનોએ ફૂલોનું કમળ આપી...

ધારાસભ્ય પ્રવીણ માળીએ ડીસાને આ વચન આપ્યું, ને શહેરીજનોએ ફૂલોનું કમળ આપી સન્માન કર્યું

29
0

ડીસામાં સાંઈબાબા મંદિર આગળ નવા ધારાસભ્યનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શહેરીજનોએ ફૂલોનું કમળ આપી, ભવ્ય આતસબાજી કરી સન્માન કર્યું હતું. ધારાસભ્ય પ્રવીણ માળીએ ડીસાને લંડન જેવું બનાવવા માટેનું વચન આપ્યું હતું. ડીસામાં મોડી સાંજે સાયબા મંદિર આગળ નવા ધારાસભ્ય માળીનો સન્માન સમારોહ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 42,547 મતની લીડથી ધારાસભ્ય બન્યા છે.

જેથી ડીસા વાસીઓ પણ તેમના સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહી બન્યા હતા. ત્યારે આજે સાંઈબાબા મંદિર આગળ ધારાસભ્ય પ્રવિણ માળીનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં લોકોએ ફૂલોનું કમળ બનાવી તેમને આપી સન્માન કર્યું હતું. આ સાથે જ ભવ્ય આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણ માળીએ પણ ડીસા શહેરને પણ લંડન જેવું સ્વચ્છ અને સુંદર બનાવવાનું શહેરીજનોને વચન આપ્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં BJP રેકોર્ડબ્રેક જીત પ્રાપ્ત કરી ત્યાં બીજી તરફ પાકિસ્તાનમાં ખૌફ જોવા મળ્યો
Next articleસાવરકુંડલા શહેરમાં બાયપાસ રોડનો પ્રશ્ન ઉકેલવા ધારાસભ્ય મહેશ કસવાળાએ સ્થળની લીધી મુલાકાત