Home ગુજરાત ગાંધીનગર ધારાસભ્યશ્રી રીટાબેન પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર તાલુકા રવિ કૃષિ મહોત્સવ -2024 યોજાયો

ધારાસભ્યશ્રી રીટાબેન પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર તાલુકા રવિ કૃષિ મહોત્સવ -2024 યોજાયો

11
0

(જી.એન.એસ) તા.૬

ગાંધીનગર,

ખેતી એક એવું ક્ષેત્ર છે જેમાં તમે ચાહો તેવું પરિણામ મેળવી શકો પણ શરત માત્ર એટલી કે, તે મહેનત અને ધૈર્ય માંગે છે: ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ નાયબ ખેતી નિયામકની કચેરી, તાલીમ, સેક્ટર -15 ખાતે  ગાંધીનગર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્યશ્રી રીટાબેન પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ ગાંધીનગર પ્રાંત શ્રી પાર્થ કોટડીયા સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમા ખેતીલક્ષી વિવિધ યોજનાઓના ખેડૂત લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ખેત સાધન ખરીદી માટે  લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યના ખેડૂતોને ખેત પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે, ઓછા ખર્ચે વધુ ખેત ઉત્પાદન થાય તથા પ્રાકૃતિક કૃષિ નો વ્યાપ વધે તેવા  હેતુથી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમા રાજ્યના ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે ‘ખેતી એક એવું ક્ષેત્ર છે કે તમે જે ચાહો તે પરિણામ મેળવી શકો છો પણ શરત માત્ર એટલી છે કે તે મહેનત અને ધૈર્ય માંગી લે તેવું કાર્ય છે.’ ધારાસભ્ય શ્રી એ આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પણ અપીલ કરી હતી. નાયબ ખેતી નિયામક શ્રી એસ.વી પટેલે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપવાની સાથે ખેડૂત કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂત મિત્રોએ બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલને  લાઈવ કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.  આ અવસરે કૃષિ પ્રદર્શન યોજાયુ હતુ. જેમા ખેતીવાડી, આત્મા, બાગાયતના પાક વિષયક માહિતીના સ્ટોલ, પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી ઘન જીવામૃત, બીજામૃત વગેરેની સમજૂતી આપતો સ્ટોલ,આંગણવાડી બહેનો દ્વારા તૈયાર કરેલી વિવિધ વાનગી પ્રદર્શન, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પાકોમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ, ગુજરાત રાજ્ય બીજ નિગમ, પશુપાલન ઉપરાંત અન્ય કંપનીના ખાતર, ટ્રેક્ટર સહિત ખેત ઓજારોના પ્રદર્શને ખેડૂતોમાં આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમમાં  જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે.એસ પટેલ ,ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારીશ્રી મલય ભુવા, દાંતીવાડા યુનિવર્સિટી થી પધારેલા કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ સહિત અગ્રણીઓ, અધિકારીઓ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field