Home મધ્ય ગુજરાત અમદાવાદ ધંધુકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતાં જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.

ધંધુકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતાં જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.

24
0

(જી.એન.એસ) તા. 27

ધંધુકા,

કલેકટરશ્રીએ ગ્રામ પંચાયત કચેરીની કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓ અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો

અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ આજે ધંધુકા તાલુકાના ગુંજાર, આકરુ અને ખરડ ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરશ્રીએ ત્રણેય ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ પ્રજાકીય કાર્યોની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. ત્રણેય ગ્રામ પંચાયતના કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા આ ઉપરાંત વિકાસના કાર્યોની પણ સમીક્ષા કરી હતી તથા ત્યાં હાજર સબંધિત અધિકારીઓને આ બાબતે જરૂરી સૂચનો પણ કર્યા હતા.

વધુમાં કલેકટરશ્રીએ ત્રણેય ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે ગામના પ્રશ્નો બાબતે સંવાદ પણ કર્યો હતો અને તેના યોગ્ય નિરાકરણની દિશામાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. વધુમાં ગામોમાં સ્વચ્છતા બાબતે પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. ગુંજાર ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા અને ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.  કલેકટરશ્રીએ ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવડાવ્યો હતો. વધુમાં તેમના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

કલેકટરશ્રીએ શાળા પ્રવેશોત્સવના પ્રસંગે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવના કારણે રાજ્યમાં શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે. આજે આ પ્રવેશોત્સવ થકી બાળકો પણ અનેરા ઉત્સાહ સાથે શાળામાં પ્રવેશે છે. વધુમાં કલેકટરશ્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી હતી અને શિક્ષણ અને શાળાની કામગીરીની માહિતી મેળવી જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ પ્રસંગે ધંધુકા પ્રાંત ઓફિસર શ્રી પ્રતીક કુંભાણી, મામલતદાર શ્રી વિજયસિંહ ડાભી તથા સ્થાનિક પદાધિકારીઓ, ગામના સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા “સબમર્સિબલ પમ્પસેટ માટેનાં લાઇન ઓપરેટેડ એસી મોટર્સ -સ્પેસિફિકેશન ” પર માનક મંથનનું આયોજન
Next articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત તા. ૨૯મી જૂન, શનિવારે યોજાશે