(જી.એન.એસ) તા. 23
ગાંધીનગર,
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલામાં 26 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આતંકવાદી હુમલાને પગલે રાજ્યના મહત્ત્વના ગણતા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં ખાસકરીને સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોએ પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતની ત્રણેય સેનાઓને એલર્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની બોર્ડર નજીક હોવાથી ગુજરાત બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ બાબતે બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાને પાકિસ્તાની સરહદ અડીને આવેલી છે. બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી યાત્રાધામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરે એસઓજીની ટીમ અને સ્નાઇપરને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. મંદિરમાં દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે.
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટના વચ્ચે રાજ્યમાં શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અમદાવાદમાં પણ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકીંગ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ ચાંપતી નજર રાખી હતી. સોશિયલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કોઇપણ શંકાસ્પદ ગતિવિધિ જણાશે તો તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.