Home મધ્ય ગુજરાત અમદાવાદ દેશમાં JN.1 વેરિયન્ટ 83 કેસ સામે ગુજરાતમાં સૌથી વધુ 36 દર્દી

દેશમાં JN.1 વેરિયન્ટ 83 કેસ સામે ગુજરાતમાં સૌથી વધુ 36 દર્દી

12
0

ગઈકાલે અમદાવાદ શહેરમાં ૩૫ કુલ કોરોના એક્ટિવ કેસ નવા ઉમેરાયા, કુલ સંખ્યા ૪૨ થઇ

(જી.એન.એસ),તા.૨૭

અમદાવાદ,

ગુજરાતમાં હવે કોરોનાનો ફરી એકવાર અજગરી ભરડો જોવા મળ્યો છે. કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં ચિંતા વધારી છે. કોરોના મામલે ગુજરાતીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં JN.1ના સૌથી વધુ કેસ જોવા ગુજરાતમાં જોવા મળ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટની ગુજરાતમાં ઝડપ વધી છે તેવુ સ્પષ્ટ દેખાય છે. ગુજરાતમાં હાલ JN.1 વિરેયન્ટના 36 કેસ સક્રિય છે. કેરળ-રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં કુલ 109 કેસ છે. જેમાં ગુજરાત સૌથી ટોચ પર છે. જોકે, કોરોનાના નવા વેરિઅંટના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોપડે  એકપણ કેસ હોવાનો કોઈજ સત્તાવાર રિપોર્ટ અમારી પાસે નથી તેવું મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું. ચિંતા જગાવનારી બાબત તો એ છે કે, કોરોનાનો નવો JN.1 વેરિયન્ટ ભારતમાં તેજીથી ફેલાઈ રહ્યો છે. હવે આ વેરિયન્ટ ગુજરાતના 7 રાજ્યોમાં ફેલાઈ ગયો છે. નવા વેરિયન્ટના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 83 પર પહોંચી ગઈ છે. આંકડા અનુસાર, JN.1 વેરિયન્ટના સૌથી વધુ 36 કેસ ગુજરાતમાં છે. આ ઉપરાંત ગોવામાં 18 કેસ, કર્ણાટકમાં 8 કેસ, મહારાષ્ટ્રમાં 7, કેરળ અને રાજસ્થઆમાં 5-5, તમિલનાડુમાં 4 અને તેલંગાનામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.  ભારતમાં એકવાર ફરીથી તેજીથી કોરોના પગપેસારો કરી રહ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના આંકડા અનુસાર, બુધવારે 27 ડિસેમ્બરના રોજ ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 529 કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4093 પાર થઈ ગઈ છે. તો 3 સંક્રમિત દર્દીઓના મોત થયા છે. જેમાં 2 કર્ણાટકના દર્દી અને એક દર્દી ગુજરાતનો છે. આ વચ્ચે કર્ણાટક સરકારે કોરોના વાયરસના વધતા કેસ મામલે નવી એડવાઈઝરી જાહેર કરી છે. જે અંતર્ગત હવે સંક્રમિતોએ સાત દિવસની અંદર આઈસોલેશનમાં રહેવુ પડશે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે.  ગઈકાલે અમદાવાદ શહેરમાં ૩૫ કુલ કોરોના એક્ટિવ કેસ નવા ઉમેરાયા હતા. આ સાથે જ શહેરમાં હાલ કોવીડના 42 એક્ટિવ કેસ થયા છે. નવા કેસ નવરંગપુરા, નારણપુરા , જોધપુર, થલતેજ, સરખેજ અને ગોતામાં નોંધાયા છે. જેમાં એક દર્દી હોસ્પિટલમાં જયારે 41 દર્દી હોમ આસોલેશનમાં સારવાર હેઠળ છે. સંક્રમિત થયેલા બે દર્દી USથી દુબઈથી આવ્યા હતા. ગુજરાતમાં લાંબા સમય બાદ કોરોનાથી મોતનો સિલસિલો ફરી જચાલુ થયો છે. લાંબા સમય બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોપડે કોરોનાના કારણે મોત નોંધાયું છે. ગઈકાલે દરિયાપુરના 82 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. મહિલા કોવિડ ઉપરાંત ઉંમર સંબંધી અન્ય કેટલીક બીમારીઓથી પણ પીડાઈ રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતના ૨૨ જિલ્લાના નિયત ૧૪૧ તાલુકાઓમાં ૧લી જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી-૨૦૨૪ સુધી ‘લેપ્રસી ડિટેકશન કેમ્પેઈન’ યોજાશે
Next articleભાજપે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે ””અબકી બાર 400 પાર’ નો નવો નારો આપ્યો