Home દેશ - NATIONAL દેશભરમાં વધતી જતી મોંઘવારીમાં સીએનજીના ભાવમાં વધારો છેલ્લા છ દિવસથી જોવા મળ્યો

દેશભરમાં વધતી જતી મોંઘવારીમાં સીએનજીના ભાવમાં વધારો છેલ્લા છ દિવસથી જોવા મળ્યો

53
0

(જી.એન.એસ),તા.૨૧
નવીદિલ્હી
દેશભરમાં મોંઘવારીના કારણે સીએનજીમાં આટલા બધો વધારો થતો જોવા મળશે અને આ વધારો સતત છ દિવસથી ચાલતો આવ્યો છે અને આવો વધારો લોકોએ તો ક્યારેય વિચાર્યો જ નહિ હોય. દેશભરમાં મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોના સપના હાલ ચકનાચૂર થતા જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મોંઘવારીનો ચારેબાજુ માર જોવા મળી રહ્યો છે. જ્યાં થોડા દિવસ પહેલા જ સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે દિલ્હીમાં સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સીએનજીની વધેલી કિંમતો 21 મેથી લાગુ થશે. દિલ્હીમાં 6 દિવસમાં બીજી વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 15 મેના રોજ દિલ્હી-એનસીઆરમાં સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં એક કિલો સીએનજી માટેગ્રાહકોને 75.61 રૂપિયા ચૂકવવા પડશે. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ સીએનજીની કિંમતમાં 2 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ પછી આ શહેરોમાં પ્રતિ કિલો સીએનજીની કિંમત હવે 78.17 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય ગુરુગ્રામમાં રહેતા લોકોએ એક કિલો સીએનજી માટે 83.94 રૂપિયા ચૂકવવા પડશે. દિલ્હી સિવાય રેવાડીમાં સીએનજીના ભાવમાં વધારો કર્યા બાદ હવે 86.07 રૂપિયા, કાનપુરમાં 87.40 રૂપિયા, અજમેરમાં 85.88 રૂપિયા, કરનાલમાં 84.27 રૂપિયા, મુઝફ્ફરનગરમાં 82.84 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચૂકવવા પડશે. હાલમાં રાષ્ટ્રીય રાજધાનીમાં વાહન ચલાવવું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ચૂક્યું છે. સાથે જ સીએનજી પણ પેટ્રોલના પગલે ચાલતી જોવા મળે છે. સીએનજી ગેસના ભાવ વધારાના કારણે સીએનજી પર ચાલતા વાહનોના ભાડામાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે સામાન્ય લોકોના ખિસ્સાના નાણાંમાં વધારો થઈ રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશું ખરેખર ગેંગરેપ બાદ મર્ડરના તમામ આરોપીઓનું થયું હતું ફેક એન્કાઉન્ટર ?…
Next articleTRAI સંસ્થા એવા નવા ફીચર પર કરી રહ્યું છે કામ, જેનાથી લોકોને સ્પેમ કોલની રાહત મળશે