Home દેશ - NATIONAL દેશભરમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો

દેશભરમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો

50
0

(જી.એન.એસ),તા.૦૭
નવીદિલ્હી
એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી જ દેશમાં નવો ભાવવધારો અમલી કરવામાં આવ્યો છે. ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમત ૫૦ રૂપિયા વધી ગઈ છે. હવે રાંધણ ગેસનો નવો ભાવ ૯૯૯.૫૦ રૂપિયા થયો છે. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે ૨૩૬૪.૫૦ રૂપિયામાં મળશે. આ પહેલા ૨૨ માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં ૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત ૯૪૯.૫૦ રૂપિયા પર પહોંચી ગઈ હતી. આજે કિંમતમાં વધારો કર્યા પછી દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત હવે ૯૯૯.૫૦ રૂપિયા થઈ ગઈ છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પણ ન્ઁય્ સિલિન્ડરની કિંમતમાં વધારો કરાયો હતો, ત્યારે હવે આજથી ફરી ઘરેલુ ન્ઁય્ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે, તેવામાં જનતાને મોંઘવારીનો બેવડો માર પડ્યો છે.ગૃહિણીઓ પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે. ઘર વપરાસના રાંધણગેસની કિંમતમાં ફરી એક વાર વધારો કરવામાં આવ્યો છે. શનિવારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી દેશભરમાં લાગુ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશમાં હવે ઘરે બેઠા ડ્રોનથી ભોજન અને રાશન આવી જશે
Next articleરાજકોટમાં સળગેલી હાલતમાં મૃતહેદ મળ્યો પોલીસે તપાસ શરૂ કરી