Home દેશ - NATIONAL દેશને ૨૧ જુલાઈએ નવા રાષ્ટ્રપતિ મળવાના છે

દેશને ૨૧ જુલાઈએ નવા રાષ્ટ્રપતિ મળવાના છે

48
0

(જી.એન.એસ),તા.૧૯
નવીદિલ્હી
દેશને ૨૧ જુલાઈએ નવા રાષ્ટ્રપતિ મળવાના છે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યોજાયેલું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સવારે ૧૦ કલાકે મતદાનની શરૂઆત થઈ હતી અને સાંજે ૫ કલાકે મતદાન પૂર્ણ થયું છે. આ દરમિયાન ૭૩૬માંથી ૭૩૦ સાંસદોએ પોતાનો મત આપ્યો છે. સાંસદોનું મતદાન ૯૯.૧૮ ટકા થયું છે. તો ૬ સાંસદોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો નથી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે ટક્કર છે. પરંતુ સમર્થન જાેતા દ્રૌપદી મુર્મૂની જીત નક્કી માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ ૨૧ જુલાઈએ જાહેર કરવામાં આવશે. ૨૫ જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દેશભરમાં ૪૮૦૦થી વધુ સાંસદો અને ધારાસભ્યોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કરવાનો હતો. ૧૬માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દેશની સંસદ સિવાય રાજ્ય વિધાનસભાઓમાં પણ મતદાન થયું હતું. હવે ૨૧ જુલાઈએ પરિણામ સામે આવશે અને નવા રાષ્ટ્રપતિ ૨૫ જુલાઈએ શપથ ગ્રહણ કરશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પક્ષમાં ભાજપ, જેડીયૂ, બીજેડી, વાઈએસઆરસીપી, બીએસપી, AIADMK, ટીડીપી, શિરોમણિ અકાલી દળ, શિવસેના અને ઝારખંડ મુક્તિ મોર્ચાના ધારાસભ્યોએ મતદાન કર્યું છે. તો કોંગ્રેસ, એનસીપી, સપા, ટીઆરએસ જેવી પાર્ટીઓએ યશવંત સિન્હાનું સમર્થન કર્યું હતું. પરંતુ અનેક રાજ્યોમાં ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ પણ કર્યું છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાનમાં પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ દિગ્ગજાેએ મતદાન કર્યું હતું. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસ સાંસદ મનમોહન સિંહ સંસદમાં વ્હીલચેયર પર બેસીને મત આપવા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાનમાં કુલ ૮ સાંસદો મત આપી શક્યા નહીં. તેમાં બીએસપી સાંસદ અતુલ કુમાર સિંહ જેલમાં છે. તો ભાજપના સાંસદ સની દેઓલ વિદેશ યાત્રા પર છે. આ સિવાય શિવસેના સાંસદ ગજાનન કીર્તિકર, હેમંત ગોડસે, બીએસપી સાંસદ ફઝલુર રહમાન, સાદિક રહમાન અને સૈયદ ઇમ્તિયાઝે પણ મત આપ્યો નથી. મતદાન દરમિયાન અસમ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ક્રોસ વોટિંગ પણ જાેવા મળ્યું હતું. ગુજરાતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ ધારાસભ્ય કાંધલ જાડેજાએ કહ્યુ કે તેણે એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પક્ષમાં મત આપ્યો હતો. સાથે અસમમાં એઆઈયૂડીએફના ધારાસભ્ય કરીમ ઉદ્દીન બુરભુઇયાએ દાવો કર્યો કે અસમમાં ઓછામાં ઓછા ૨૦ કોંગ્રેસ ધારાસભ્યોએ દ્રોપદી મુર્મૂના પક્ષમાં મતદાન કર્યું છે. પરંતુ કોંગ્રેસે ક્રોસ વોટિંગના આરોપોને નકારી દીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રીમ કોર્ટે નૂપૂર શર્માની ૧૦ ઓગસ્ટ સુધી ધરપકડ પર રોક લગાવી
Next articleખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટી માટે નવા નિયમા