(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.15
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના 73મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સવારે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કર્યું હતું અને ત્યારબાદ દેશવાસીઓને સંબોધન કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ એમના સંબોધનમાં કહ્યું કે, જમ્મુ-કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની વિવાદાસ્પદ 370 અને 35A કલમોને રદ કરીને એમની સરકારે સ્વાયંત્ર્ય સેનાની અને દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને સાકાર કર્યું છે.
મોદીએ આ પ્રસંગે ‘જલ જીવન મિશન’ના અમલીકરણની જાહેરાત પણ કરી હતી અને કહ્યું કે દેશમાં પ્રત્યેક ઘરમાં પીવાનું પાણી મળતું થાય એની સરકાર તકેદારી લેશે.
વસ્તી નિયંત્રણ વિશે મોદીએ કહ્યું કે આ મુદ્દે ઘણી ચર્ચા કરવાની જરૂર છે અને વસ્તી વિસ્ફોટની સમસ્યા અંગે જનજાગૃતિ જગાવવાની જરૂર છે. મોદીએ કહ્યું કે વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવું એ પણ એક પ્રકારની દેશભાવના છે.
– વેકેશન ભારતમાં જ માણવાની પરિવારોને વિનંતી કરી
મોદીએ કહ્યું કે દર વર્ષે વિદેશમાં જઈને વેકેશન માણનારા તમામ પરિવારોને હું વિનંતી કરું છું કે તેઓ પહેલાં ભારતમાં જ પ્રવાસ કરે. ભારતમાં ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળોની મુલાકાત લે
પ્લાસ્ટિક-મુક્ત ભારત
મોદીએ દેશને પ્લાસ્ટિકથી મુક્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે પ્લાસ્ટિક-મુક્ત ભારત બનાવવાનો સમય હવે આવી ગયો છે. આ દિશામાં આવતી બીજી ઓક્ટોબરે સરકાર એક મહત્ત્વનું પગલું ભરવાની છે.
મોદીએ કહ્યું કે શું આપણે સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી ભારતને મુક્ત કરી ન શકીએ? આ વિચારને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. આવતી બીજી ઓક્ટોબરે આપણે એક મહત્ત્વનું પગલું ભરીશું.
ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ હોદ્દાની જાહેરાત
મોદીએ જાહેરાત કરી હતી કે ભારતમાં ભૂમિદળ, હવાઈ દળ અને નૌકાદળ – એમ સેનાની ત્રણેય પાંખના સંયુક્ત વડા – ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફના નવા હોદ્દાની રચના કરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.