Home ગુજરાત દેડીયાપાડાનાં વાડવા ગામની આશ્રમ શાળામાં ભણતાં બાળકનો મૃતદેહ મળતાં પિતાએ કરી ફરિયાદ

દેડીયાપાડાનાં વાડવા ગામની આશ્રમ શાળામાં ભણતાં બાળકનો મૃતદેહ મળતાં પિતાએ કરી ફરિયાદ

48
0

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના વાડવા ગામના રહીશનો પુત્ર આશ્રમ શાળામાંથી ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતાં પિતાએ આશ્રમ શાળાના સંચાલકો સામે ગુનો દાખલ કરવા ઉમરપાડા પોલીસ મથકે અરજી કરી છે. અરજદાર રમેશભાઈ શાંતિલાલ વસાવાનાં જણાવ્યા મુજબ વસાવા સંજયભાઈ રમેશભાઈ તેમનો પુત્ર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ધો-12માં અભ્યાસ કરતો હતો.

તા.25/09/2022ના રોજ રમેશભાઈના બહેન રમણીબેન ભરતભાઇ વસાવા મારા પુત્રની મુલાકાત કરવા માટે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ગયેલા અને તેમને જાણ થયેલી કે, મારો પુત્ર તા.19/09/2022ના રોજ શાળામાંથી ગુમ થયેલ છે. રમણીબેને ફોનથી ગુમ થવા અંગેની જાણ કરી જેથી તેઓ તુરંત દોડી ગયા તથા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, કેવડીના શિક્ષકોને પૂછપરછ કરતાં પહેલા ઉડાઉ જવાબ આપ્યો હતો

અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડીના આચાર્ય તથા શિક્ષકો અને હોસ્ટેલના ગૃહપતિએ તા.19/09/2022થી ગુમ છે તેવું કહ્યું હતું. ગુમ થયાની જાણ રૂબરૂ કે પત્ર તથા ટેલિફોનથી કરવામાં આવી નહોતી અને તેમના પુત્ર અટલા સમયથી ગુમ હોવા છતાં જાણ કરવામાં આવેલ નથી માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે ગયા તે દરમિયાન જાણવા મળ્યું હતું કે,

તા. 22/09/2022ના રોજ એક બિનવારસી લાશ મળેલી જે લાશનો નિકાલ થઈ ગયેલો છે. પરંતુ એ લાશના કપડાં, ચાવી, બેલ્ટ સહિતની વસ્તુ બતાવતાએ તમામ મરનાર સંજયના હોવાનું જાણ થતાં તેમના પુત્રને કોઈએ મારી નાખેલ હોવાની વકીએ આ બાબતે ઉમરપાડા પોલીસમાં કસ્તુરબા સેવાશ્રમ મરોલીનાં સ્ટાફ સામે ગુનો દાખલ કરવા લેખિત અરજી કરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભુજના માધાપરમાં અચાનક ટ્રકમાં આગ લાગતા બળીને ખાખ, લાખો રૂપિયાનું થયું નુકસાન
Next articleડેરિવેટિવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંતે ફોરેન ફંડો દ્વારા ઉછાળે વેચવાલી યથાવત્ રહેતાં ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ…!!!